ધો.10 અને 12ની પરીક્ષા આ વર્ષે મોડી યોજવામાં આવશે, સંભવત: એપ્રિલમાં લેવાશે

0
152
  • શાળાઓ શરૂ થશે તેના આધારે પરીક્ષાની તારીખ નક્કી કરાશે: ચુડાસમા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં લેવાતી ધો.10 અને 12ની પરીક્ષા આ વર્ષે કોરોનાની મહામારીને કારણે મોડી થાય તેવા સંકેતો મળી રહ્યા છે. સંભવત: આ બન્ને બોર્ડ પરીક્ષાઓ આગામી એપ્રિલ માસમાં યોજાશે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને કારણે હજુ સુધી સ્કૂલ ચાલુ થઇ નથી. મારી બોર્ડના અધિકારીઓને સૂચના હતી કે, ઓગસ્ટમાં સ્કૂલ ચાલુ થાય તો તે પ્રમાણે અભ્યાસક્રમમાં ફેરફાર કરવો. જો શાળાઓ ઓગસ્ટના બદલે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં શરૂ થાય તો તે પ્રમાણે અભ્યાસક્રમ ઘડવો અને તેના આધારે પરીક્ષા ક્યારે લેવી તે નક્કી કરવું.

શાળાઓ શરૂ થાય પછી અંતિમ નિર્ણય આવશે
પરંતુ હાલના સંજોગો જોતા હજુ સુધી સ્કૂલ ક્યારે શરૂ કરવી તે અંગે નિર્ણય કરી શક્યા નથી. તેથી આગામી સપ્તાહે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ, શિક્ષણ કમિશનર સહિતના અધિકારીઓ સાથે મારી અગત્યની મિટિંગ બોલાવી છે અને તેમાં ધો.10-12ની પરીક્ષા સંભવત: માર્ચના એન્ડમાં અથવા એપ્રિલમાં લેવા બાબતે નિર્ણય કરાશે. જો કે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીએ તો એમ કહી શકાય કે, પરીક્ષાઓ આ વર્ષે પ્રથમ વખત એપ્રિલમાં લેવાઇ તેવી પૂરતી સંભાવના છે એટલે કે પરીક્ષા લેટ લેવાય તેવી શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાઓ શરૂ કરવા અંગે આગામી 20મી સપ્ટેમ્બર સુધીમાં સરકાર મહત્ત્વનો નિર્ણય લેવાની છે ત્યારે તેના પરથી જ બોર્ડની આગામી પરીક્ષા ક્યારે યોજાશે તેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here