ગોંડલના સુલતાનપુરની કન્યાશાળા ના 26 પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ તેમજ 4શિક્ષકો નું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

0
317

ગોંડલ ના સુલતાનપુર કન્યાશાળા ખાતે શિક્ષકદિન ના પાવન દિવસે રાજ્ય સરકાર દ્વારા શાળા ની 26 બાળકો ની પ્રતિભાશાળી બાળક તરીકે પ્રમાણપત્ર અને બેઝ આપી સન્માનિત કર્યા હતા જેમાં સુલતાનપુર ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા શિક્ષક એટલે પહેલી મા અને મા એટલે પહેલો શિક્ષક આ સૂત્ર ને સુલતાનપુર કન્યા શાળા ના શિક્ષકો એ સાબિત કરી આપ્યું છે કોરોના ના કપરા સમય મા વિધાર્થીઓ ને યોગ્ય રીતે શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્ય કરતા કન્યાશાળા સુલતાનપુર ના ચાર શિક્ષકો જેમાં આચાર્ય દિલીપભાઈ અકવાલિયા, રાણાભાઇ પોશીયા, શૈલેષભાઇ જાગાણી, તેમજ મીતાબેન કાછડીયા નો સમાવેશ થાય છે કોરોના ની મહામારી વચ્ચે પણ બાળકો ને સતત ડિજિટલ શિક્ષણ મળી રહે તે માટે કરેલ શિક્ષકો ની કામગીરી માટે ગ્રામજનો એ પણ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા તેમજ પ્રતિભાશાળી 26બાળકીઓને પણ અભિનંદન આપ્યા હતા.