રામાયણના સીતા ઉર્ફે અભિનેત્રી દીપિકા ચિખલીયાના માતાનું નિધન

0
190

રામાયણમાં સીતાની ભૂમિકા ભજવી લોકપ્રિયતા હાસિલ કરનાર અભિનેત્રી દીપિકા ચિખલીયાના માતાનું નિધન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ દુખદ સમાચાર શેર કર્યાં છે.  

 દિલ્હીઃ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવી લોકપ્રિયતા હાસિલ કરનાર અભિનેત્રી દીપિકા ચિખલીયાના માતાનું નિધન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ દુખદ સમાચાર શેર કર્યાં છે. તેમણે એક ભાવુક પોસ્ટ દ્વારા પોતાના માતાના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. દીપિકાના માતાનું મૃત્યુ ક્યા કારણે થયું તે, હજુ સ્પષ્ટ થયું નથી. 

દીપિકાએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી
દીપિકાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે- તમારા માતા-પિતામાંથી કોઈ એકનું આ દુનિયામાંથી જવું એવુ દુખ છે જેમાંથી બહાર નિકળવુ સરળ નથી. અભિનેત્રીએ પોસ્ટ શેર કરતા લખ્યું છે- તમારા આત્માને શાંતિ મળે માતા. આ સમાચાર મળતા દીપિકાના ફેન્સ પણ દુખ વ્યક્ત કરી રહ્યાં છે.

દીપિકા ચિખલીયા સોશિયલ મીડિયા પર પોતાના પરિવારની સાથે વધુ પોસ્ટ શેર કરતી નથી. પરંતુ પોતાના માતાને લઈને આ પોસ્ટ શેર કરવી બધાને ઇમોશનલ કરી રહી છે. ખુદ દીપિકાને પણ આઘાત લાગ્યો છે. તેમણે થોડી લાઇનોમાં પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. 

મહત્વનું છે કે દીપિકા ચિખલીયા લૉકડાઉન દરમિયાન ફરી ફેમસ થઈ ગયા હતા. જ્યારે રામાનંદ સાગરની રામાયણને ફરી પ્રસારિત કરવામાં આવી હતી. તેમણે ઘણા રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો. તેમણે શો સાથે જોડાયેલી ઘટનાઓ પણ શેર કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here