સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- આપણા પ્રયાસથી દેશમાં કોરોના અટક્યો, દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઓછા કેસ

0
284
  • ચોમાસુ સત્ર માટે 4000 લોકોનો કોવિડ ટેસ્ટ કરાયો, જેમાં સાંસદ, તેમનો સ્ટાફ, સંસદના કર્મચારી,સિક્યોરિટી સામેલ છે
  • સંસદની મોટા ભાગની કાર્યવાહી ડિજિટલ મોડ પર થશે, આખા પરિસરને સેનેટાઇઝ કરાઈ રહ્યો છે

કોરોના મહામારી વચ્ચે 17મી લોકસભાનું ચોથું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે.લોકસભામાં પ્રશ્નકાળ ન થવા અંગે વિપક્ષે સવાલો કર્યા છે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, પ્રશ્નકાળ ગૃહની કાર્યવાહીનો મહત્વનો ભાગ છે. આ ગોલ્ડન અવર્સ છે, પરંતુ તમે કહી રહ્યા છો કે વિશેષ પરિસ્થિતિના કારણે પ્રશ્નકાળ નહીં થઈ શતે. તમે લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તો આ તરફ કોરોના અંગે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને લોકસભામાં કહ્યું કે, મોટાભાગના કેસ અને મોત મુખ્ય રીતે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, યુપી, દિલ્હી, પશ્વિમ બંગાળ, બિહાર, તેલંગાણા, ઓરિસ્સા, આસામ, કેરળ અને ગુજરાતમાં થયા છે. તેમણે કહ્યું કે, આપણા પ્રયાસોથી દેશમાં કોરોના અટક્યો છે. દર 10 લાખે ભારતમાં 3,328 કેસ અને 55 લોકોના મોત, દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઓછા કેસ છે.

તો આ તરફ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે, સરકારે અમારી પાસેથી સવાલો પુછવાનો અધિકાર છીનવી લીધો છે. વિપક્ષના અન્ય સભ્યોએ પણ કહ્યું કે, પ્રશ્નકાળ થવો જરૂરી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ કહ્યું કે, પ્રશ્નકાળ સંસદીય પ્રણાલીના મૂળભૂત ઢાંચા સાથે જોડાયેલો છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રશ્નકાળના મુદ્દે સરકારનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, અસાધારણ પરિસ્થિતિમાં સંસદની કાર્યવાહી આપણે કરવી પડે છે. ચાર કલાક માટે ગૃહ ચાલશે. મેં અપીલ કરી હતી કે આમા પ્રશ્નકાળ ન હોય. અડધા કલાકનો ઝીરો અવર હોય.

ગૃહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારપછી કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરી દીધી હતી. તો આ તરફ રાજ્યસભામાં કામકાજ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. પહેલા દિવસે રાજ્યસભામાં ઉપસભાપતિ પદની ચૂંટણી યોજાશે.

લોકસભા અપડેટ્સ

  • કોરોના અંગે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને લોકસભામાં કહ્યું કે, મોટાભાગના કેસ અને મોત મુખ્ય રીતે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, યુપી, દિલ્હી, પશ્વિમ બંગાળ, બિહાર, તેલંગાણા, ઓરિસ્સા, આસામ, કેરળ અને ગુજરાતમાં થયા છે. તેમણે કહ્યું કે, આપણા પ્રયાસોથી દેશમાં કોરોના અટક્યો છે. દર 10 લાખે ભારતમાં 3,328 કેસ અને 55 લોકોના મોત, દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઓછા કેસ છે.
  • લોકસભાની કાર્યવાહી સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી,પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
  • DMK અને CPIએ NEET એક્ઝામના કારણે 12 વિદ્યાર્થીઓની આત્મહત્યા અંગે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ આપ્યો
  • પહેલી વખત એક ગૃહની બેઠકમાં બન્ને ગૃહોની ચેમ્બર અને ગેલેરીનો ઉપયોગ કરાયો. એટલે કે લોકસભાની કાર્યવાહી આજ સવારે શરૂ થઈ ત્યારે ઘણા સભ્ય લોકસભામાં તો ઘણા રાજ્યસભામાં બેઠા
  • સત્રના પહેલા દિવસ રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે ચૂંટણી યોજાશે. વિપક્ષ તરફથી RJD નેતા મનોજ ઝા અને NDAથી JDU નેતા હરિવંશ વચ્ચે કાંટાની ટક્કર છે.
  • કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં ચીન સરહદ વિવાદ અંગે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે.
  • CPM દિલ્હી રમખાણના મામલામાં પાર્ટી નેતા સીતારામ યેચુરીનું નામ આવવાનો મુદ્દો બનાવી રહી છે. CPM સાંસદ AM આરિફે લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે.

મોદીએ કહ્યું-સરહદ પર જવાન તહેનાત, આખું ગૃહ અને દેશ તેમની સાથે ઊભાં છે
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યાં સુધી કોરોનાની દવા ન બની જાય ત્યાં સુધી કોઈ ઢીલ ન મૂકશો. આપણા જવાનો સીમા પર તહેનાત છે. સંસદમાંથી એકભાવ અને એકસૂરમાં આ અવાજ ઊઠવો જોઈએ કે દેશ અને આખું ગૃહ તેમની સાથે છે.વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આવા મુશ્કેલ સમયમાં સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. એક બાજુ, કોરોના છે અને બીજી તરફ કર્તવ્ય છે. સાંસદોએ કર્તવ્યનો રસ્તો પસંદ કર્યો છે. હું તેમને ધન્યવાદ આપું છું. આ સત્રમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાશે. ઘણા વિષયો અંગે ચર્ચા કરાશે. દરેકનો અનુભવ છે કે ગૃહમાં જેટલી ઊંડાણપૂર્વક ચર્ચા થાય છે એનાથી દેશને, સંસદને ફાયદો થાય છે. આપણે સૌ આ પરંપરાને આગળ વધારીશું. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે આપણી સેનાના વીર જવાનો સરહદ પર હિંમત સાથે, જુસ્સા સાથે, મક્કમ હોંસલા સાથે તહેનાત છે. ઘણી વખત પછી હિમવર્ષા પણ શરૂ થશે. એવામાં સંસદમાંથી એકભાવ, એકસૂરથી અવાજ આવવો જોઈએ કે દેશ અને આખું ગૃહ તેમની સાથે ઊભાં છે. કોરોના દરમિયાન જ્યાં સુધી કોઈ દવા ન આવી જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઢીલ ન મૂકશો.સત્ર પહેલા 5 સાંસદોને કોરોના, અન્ય 9 સાંસદ પણ પહોંચ્યા નથી

સત્ર પહેલા તમામ સાંસદોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 5 સાંસદોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના 7 સાંસદ પણ સત્રમાં ભાગ લઈ રહ્યા નથી. જેમાં રાજ્યસભાના મુખ્ય સચેતક સુખેન્દુ શેખર રાય પણ સામેલ છે. ભાજપના 2 સાંસદ પણ નથી આવ્યા.

ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલશે?
4 મોટી ડિસપ્લે સ્ક્રીન ગૃહની ચેમ્બરમાં લગાડવામાં આવી છે. 6 નાની સ્ક્રીન 4 ગેલેરીમાં લગાવવામાં આવી છે. ઓડિયો કન્સોલ, અલ્ટ્રાવાયલેટ જર્મીસિડલ રેડિએશન, ઓડિયો-વીડિયો સિગનલ્સ માટે બન્ને ગૃહોને જોડનાર સ્પેશ્યલ કેબલ્સ, અધિકારીઓની ગેલેરીને અલગ કરવા માટે પોલીકાર્બોનેટ શીટનો ઉપયોગ કર્યો છે.

આ વખતે આ ઐતિહાસિક હશે
પહેલી વખત ગૃહની બેઠકમાં બન્ને ગૃહોની ચેમ્બર અને ગેલેરીનો ઉપયોગ થશે. બન્ને ગૃહમાં પ્રશ્નકાળ નહીં હોય અને શૂન્યકાળ પણ સીમિત કરવામાં આવ્યો છે. સત્ર એક ઓક્ટોબર સુધી ચાલશે.

આ વખતે સત્ર દરમિયાન 18 દિવસ સતત કાર્યવાહી ચાલશે. એક પણ રજા નહીં મળે. શનિવાર અને રવિવારે પણ કામ થશે. સામાન્ય રીતે બન્ને ગૃહોમાં એક સાથે કામ થાય છે, પણ આ વખતે બે શિફ્ટમાં કામ થશે, લોકસભા આજે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. ત્યારપછી 15 સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી લોકસભા બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. સાથે જ રાજ્યસભઆ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે.

સરકાર 47 બિલ રજુ કરશે
ચોમાસુ સત્રમા 47 બિલ રજુ કરવામાં આવશે. જેમાં 11 બિલ હશે જે અધ્યાદેશની જગ્યા લેશે. સત્રના પહેલા દિવસ રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે ચૂંટણી યોજાશે. વિપક્ષ તરફથી RJD નેતા મનોજ ઝા અને NDAથી JDU નેતા હરિવંશ વચ્ચે કાંટાની ટક્કર છે.

આ ઉપરાત બન્ને ગૃહમાં પ્રશ્નકાળ ન થવા અને શૂન્યકાળને સીમિત કરવા અંગે પણ વિપક્ષ સવાલ ઉઠાવી શકે છે. આ સત્ર માટે 4000 લોકોનો કોવિડ ટેસ્ટ કરાવાયો છે. જેમાં સાંસદ, તેમનો સ્ટાફ અને સંસદમાં કામ કરતા દરેક કર્મચારી સામેલ છે.

કોંગ્રેસ 4 બિલનો વિરોધ કરશે, સોનિયા હાલ સત્રમાં સામેલ નહીં થઈ શકે
કોંગ્રેસ કહ્યું છે કે, અર્થવ્યવસ્થા, કોરોના અને સરહદ પર ચીનની ઘુસણખોરીના મુદ્દા ઉઠાવશે. ખેતી સાથે જોડાયેલા ત્રણ બિલ સાથે જ બેન્કિંગ ક્ષેત્રમાં ફેરફાર વાળા અધ્યાદેશનો વિરોધ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિદેશમાં સ્વાસ્થ્યની તપાસ કરાવવા માટે ગયા છે, એટલા માટે તે થોડા દિવસો સુધી સત્રમાં જોડાઈ નહીં શકે.

સંક્રમણ ફેલાતું અટકાવવા માટે શું વ્યવસ્થા છે?
સંક્રમણને ફેલાતું રોકવા માટે 6 વખત રોજ એસી બદલવામાં આવશે. સાંસદોને કોરોનાથી બચવા માટે DRDOની કીટ મળશે. દરેક કીટમાં 40 ડિસ્પોજલ માસ્ક, N-95 માસ્ક, સેનેટાઈઝરની 20 બોટલ, 40 ગ્લવ્ઝ અને દરવાજો બંધ કરવા માટે ટચ ફ્રી હુક્સ હશે.

સાંસદ, સ્ટાફ અને પત્રકારો માટે શું જરૂરી હશે?

  • સંસદમાં આવનારા દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજીયાત હશે,સોશિયલ ડિસટન્સીંગ જાળવવું પડશે.
  • સાસંદોને સંસદમાં એન્ટ્રી ત્યારે જ મળશે, જ્યારે 72 કલાક પહેલાની તપાસમાં તેમના સ્ટાફ અને કોવિડ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવશે. સાથે જ તેમના ઘરના લોકો, ડ્રાઈવર અને ઘરના નોકરનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ હોવો જરૂરી છે.
  • સંસદમાં પત્રકારોને મોબાઈલ ફોન દ્વારા લાઈવ ટેલીકાસ્ટની મંજૂરી આપવામાં આવશે નહીં. તે સંસદ પરિસરમાં કોઈ મંત્રી અથવા સાંસદનું નિવેદન પણ નહીં લઈ શકે.
સંસદ પરિસરમાં એન્ટ્રી પોઈન્ટ પર સોશિયલ ડિસટન્સીંગ જાળવી રાખવા માટે સર્કલ બનાવાયા

સંસદ પરિસરમાં એન્ટ્રી પોઈન્ટ પર સોશિયલ ડિસટન્સીંગ જાળવી રાખવા માટે સર્કલ બનાવાયા

સિટિંગ અરેન્જમેન્ટ કેવું હશે?
ગૃહની બેઠકમાં બન્ને ગૃહોની ચેમ્બર અને ગેલેરીનો ઉપયોગ કરાશે. 1952 પછી ભારતીય સંસદના ઈતિહાસમાં આવું પહેલી વખત થશે. જ્યારે સત્ર દરમિયાન રાજ્યસભાના સભ્યો બન્ને ચેમ્બર અને ગેલેરીમાં બેસશે. 60 સભ્યોની બેસવાની વ્યવસ્થા રાજ્યસભાની ચેમ્બર અને 51ની ગેલેરીમાં કરવામાં આવી છે. બાકી 132માં જેટલા પણ સભ્ય હશે તેમણે લોકસભાની ચેમ્બરમાં બેસાડવામાં આવશે.

સત્ર દરમિયાન રાજ્યસભા સભ્ય બન્ને ચેમ્બર અને ગેલેરીમાં બેસશે

સત્ર દરમિયાન રાજ્યસભા સભ્ય બન્ને ચેમ્બર અને ગેલેરીમાં બેસશે