શિવસેના અને બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌટ વચ્ચેનો વિવાદ હાલ ખતમ થાય તેવું લાગી રહ્યું નથી. કંગના સતત મહારાષ્ટ્ર્ર સરકાર અને શિવસેના પર પ્રહાર કરી રહી છે. મુંબઈમાં પાંચ દિવસ પસાર કર્યા પછી કંગના મનાલી પહોંચી છે. મનાલી પહોંચીને કંગનાએ મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર પ્રહારો કર્યા છે.
કંગનાએ ટિટ કરીને લખ્યું કે મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રીની બેસિક સમસ્યા એ છે કે મેં આખરે કેમ મૂવી માફિયા, સુશાંત સિંહ રાજપૂતના હત્યારા અને તેના ડ્રગ રેકેટને એકસપોઝ કર્યા, જેમની સાથે તેમનો પુત્ર આદિત્ય ઠાકરે ફરે છે. આ મેં ઘણો મોટો અપરાધ કરી દીધો છે અને હવે તે મને ફિકસ કરવા માંગે છે. ઓકે તમે પ્રયત્ન કરો. જોઈએ કે કોણ કોને ફિકસ કરે છે.
ઉલ્લેખનીય છે કે કંગના રનૌટ ૯ સપ્ટેમ્બરે પોતાના મુંબઈવાળા ઘરે આવી હતી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે શિવસેના સાથે ટકરાવાના કારણે મહારાષ્ટ્ર્ર સરકાર તેને નિશાન બનાવી રહી છે. બુધવારે બીએમસીએ કંગનાના બાંદ્રા સ્થિત બંગલામાં કરેલા અવૈધ નિર્માણને તોડી પાડું હતું. જોકે બોમ્બે હાઇકોર્ટે બીએમસીની કાર્યવાહી પર પ્રતિબધં લગાવવાનો આદેશ આપ્યો હતો