રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્રને એડમીશન અપાવ્યું : કોંગ્રેસમાં ગણગણાટ

0
195

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપના એક નેતાને મદદ કરતાં કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્રને કેન્દ્રીય વિધાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી છે. રાહુલ ગાંધીના આ પગલાંથી કેરળ કોંગ્રેસમાં ખળભળાચમચી ગયો છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ભારે આક્રોશ દાખવતાં કેરળ કોંગ્રેસે રાહુલ ગાંધી સામે તપાસ કરવાની જાહેરાત કરી છે.રાહુલ ભાજપના કયા નેતાના પુત્રને એડમિશન અપાવ્યું તે વિગતો નથી આપવામાં આવી.


કોંગ્રેસ હાલમાં એ વાતની તપાસ કરશે કે, રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્રના નામ માટે કેન્દ્રીય વિધાલયમાં પ્રવેશ માટે ભલામણ કેમ કરી? કોંગ્રેસ ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ આઈસી બાલાકૃષ્ણને કહ્યું કે, પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ગુસ્સામાં છે અને તેમણે પાર્ટીને આ અંગે ફરિયાદ પણ કરી છે


બાલાકૃષ્ણને કહ્યું કે, આ ફરિયાદ મળતાં અમે યોગ્ય નિર્ણય લઈને તપાસ શ કરાવી છે. આ અંગે તપાસ થઈ રહી છે કે આખરે આ કેવી રીતે બન્યું? તપાસ ખતમ થયા બાદ અમે આ મુદ્દો પાર્ટી નેતૃત્વ સામે ઉઠાવીશું.
કેન્દ્રીય વિધાલયના નિયમો મુજબ, લોકસભા સાંસદ કેન્દ્રીય વિધાલયમાં પ્રવેશ માટે દર વર્ષે નિર્ધારિત સંખ્યામાં નામોની ભલામણ કરી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here