ઉત્તર પ્રદેશના બાગપતમાં ભળકી હિંસા, પૈસાની લેતીદેતી મામલે 2 પક્ષ વચ્ચે પથ્થરમારો અને ફાયરિંગ

0
171

ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં પૈસાની લેતીદેતીને લઈને બે પક્ષો આમનેસામને આવી ગયા હતા. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ અને પથ્થરમારો કરવામાં થયો હતો. જેમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુલ્લડ અંગેની માહિતી મળતાં મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટોળાને કાબૂમાં કરવા પ્રયત્ન કર્યા હતા. 

 
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 7 લોકોને ધરપકડ કરી છે. કેટલાક વધુ લોકોની પણ ધરપકડ થઈ શકે છે. તંગ વાતાવરણના કારણે સ્થળ ઉપર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે. 


આ મામલો શહેર કોતવાલી વિસ્તારનો છે. જ્યાં પશુઓ ખરીદવા માટેના રૂપિયાની લેતીદેતી બાકી હતી. જેના કારણે બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ આ જોતાં જ બોલાચાલી એટલી વધી ગઈ કે બંને બાજુથી ફાયરિંગ અને પથ્થરમારો શરૂ થયો. 


  
લોકોએ અહીં  મકાનોની છત પરથી પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે છત પર ઇંટો પડેલી જોવા મળી હતી. પોલીસનું માનવું છે કે વાતાવરણ બગાડવાની પહેલેથી જ યોજના હતી. આ કારણોસર, ઇંટો એકત્રિત કરવામાં આવી હતી અને છત પર મૂકવામાં આવી હતી. પોલીસ હવે આવા લોકોની શોધ કરી રહી છે અને આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here