સિદસર ગામેથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

0
276

ભાવનગર જીલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડીગ્રી વિના દવાખાના ખોલી બેઠેલ બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના ધ્યાને આવતા આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર એસ.ઓ.જી. શાખાને ખાસ કામ સોપેલ


જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે વરતેજ તાબેના સિદસર ગામેથી ડીગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલ નરેન્દ્રભાઇ બંસીદાસ વૈષ્ણવ ઉ.વ.૪૮ રહેવાસી મકાન નં. ૨૬૭, મોહનતીર્થ સોસાયટી, લીલા સર્કલ પાસે સિદસર ભાવનગર વાળાને સિદસર ગામે વાળુકટ રોડ ઉપર આવેલ મહાદેવ આરોગ્ય ધામ નામે બોગસ દવાખાનુ ખોલી ડીગ્રી વિનાની લોકોને દવા આપતો અને સારવાર કરતો હતો તેને દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા ૨૪,૫૯૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણે મેડીકલ પ્રેક્ટીસનર એકટ તળે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. અને આગળની તપાસ વરતેજ પોલીસ ચલાવી રહી છે.


આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા દિલીપભાઇ ખાચર તથા મનદીપસિંહ ગોહિલ જોડાયા હતા.

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર