ગુજરાતની ધરતીમાં ગૌચરની જમીનનું દબાણ હટાવો ઝૂંબેશમાં આલીદર ગામે પ્રારંભ કરી ઉમદા દાખલો બેસાડ્યો.
જિલ્લા વહીવટી તેમજ કોડીનાર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા વિકાસ અધિકારીનું સન્માન
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અલીદર ગામે સરકારી ગૌચરની જમીન પર થયેલા દબાણો હટાવવાની ઝુંબેશ સૌપ્રથમ ગુજરાતમાં કામગીરી થયેલ હોવાનું બહાર આવે છે. કોડીનાર તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ વિરમભાઈ ઓડેદરા ની ગ્રામજનોની સમજાવવાની કુનેહથી સૌપ્રથમવાર આલીદર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતાપભાઈ પઢીયાર તેમજ ગ્રામજનોને સાથે લઈ સરકારી ગૌચરની જમીન પર થયેલ ગુજરાતમાં સૌપ્રથમ 500 વીઘા જેટલી જમીન પર દબાણ હટાવી ખુલ્લી કરવામાં આવતા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોડીનાર તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ વિરમભાઈ ઓડેદરા તેમજ આલીદર ગામના સરપંચ પ્રતાપભાઈ પઢીયાર સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
કોડીનાર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા નિવૃત આર્મીમેન રાણાભાઇ વિરમભાઈ ઓડેદરા દ્વારા તાલુકાના આલીદર ગામે સરકારી ગૌચર જમીનમાં દબાણ હટાવ ઝુંબેશ ગુજરાત રાજ્ય માં પ્રથમ દાખલો બેસાડ્યો હોય તેમ આલીદર ગામેથી પ્રારંભ કરવામાં આવેલ. આલીદર ગામ ના સરપંચ પ્રતાપસિંહ પઢીયાર તેમજ તમામ ગ્રામજનો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને વહીવટી તંત્ર દ્વારા સરકારની ગાઇડ લાઇન તેમજ હાઇકોર્ટના આદેશ અન્વયે આલીદર ગામે અંદાજે 169 હેક્ટર જમીનમાં થી ૭૦૦ વીઘા જેટલી ગૌચરની જમીન પર દબાણ થયેલું. જે જમીન પર થયેલ દબાણ હટાવવાની કામગીરી કોડીનાર તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ ઓડેદરાયે જાતે આલીદર ગામે વહીવટી તંત્રના સાધનો દ્વારા ગૌચરની જમીન પર દબાણ હટાવ ઝુંબેશ ચલાવેલ. જે કામગીરી ગુજરાતમાં સૌ પ્રથમ ભગીરથ કાર્ય કહી શકાય.
તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ ઓડેદરા તેમજ વહીવટી તંત્રના અધિકારીઓને હાજરીમાં ૫૦૦ વીઘા જેટલી ગૌચરની જમીન પરનું દબાણ હટાવી અબોલ મુંગા પશુઓ માટે ખુલ્લું કરવામાં આવેલ. હાલના સંજોગોમાં ચારે બાજુ સરકારી પડતર જમીન ખુલ્લી પડી હોય તો તેના ઉપર પેશકદમી કરવા અને આ જમીન હડપ કરવા પડાપડી તેમજ ક્યાંક ધીંગાણા પણ થતા હોય છે. ત્યારે કોડીનાર તાલુકાના ગામે ગામ સરકારી જમીન ઉપર થયેલ ગૌચરની જમીનના દબાણ દૂર કરાવવા માલધારી સમાજ દ્વારા વખતો વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આવી રજૂઆત કોડીનાર તાલુકાના પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી રાણાભાઇ ઓડેદરા ને ધ્યાને આવતા આલિદર ગ્રામ પંચાયતના સરપંચ પોપટભાઈ પઢીયાર તેમજ ગ્રામજનોને સાથે લઈ એક ઉમદા કાર્ય આ હોવાનું ગ્રામજનોને સમજાવતા ગ્રામજનોએ સહકાર આપતા આલીદર ગામે સરકારી ગૌચર જમીન પર થયેલ દબાણ માંથી ૫૦૦ વીઘા જેટલી જમીનનું દબાણ ખુલ્લુ પશુધન માટે મુકવામાં આવેલ છે.આ પ્રસંશનીય કામગીરી કરવા બદલ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તેમજ કોડીનાર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ ઓડેદરા તેમજ આલીદર ગામના સરપંચ પ્રતાપભાઈ પઢિયાર નું સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ