News Updates
GUJARAT

ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી

Spread the love

ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઈ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં ભારે પવન ફૂંકાશે. પંચમહાલ, દાહોદ, ખેડામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઈ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં ભારે પવન ફૂંકાશે. પંચમહાલ, દાહોદ, ખેડામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગીર-સોમનાથ, દીવ, જૂનાગઢ, અમરેલીમાં પવન સાથે વરસાદની આગાહી છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ હવે વરસાદ મધ્ય અને ઉત્તર તરફ વળ્યો છે. જો કે, મોડે આવેલો આ વરસાદ હવે તમામ કમી પૂરી કરવાની ફિરાકમાં હોય તેમ વરસી રહ્યો છે. અમદાવાદને તો વરસાદે જળબંબાકાર કરી મૂક્યું છે. બીજી તરફ પાટનગર ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર બેટિંગ થઈ છે.

અરવલ્લી જિલ્લાના તો તમામ તાલુકાઓમાં ભરપૂર વરસાદ થયો, અને અનેક વિસ્તારો પાણી પાણી થતાં વાહનચાલકો અટવાયા. વડોદરામાં પણ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. નર્મદા અને મહીસાગર જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું છે. મહત્વનુ છે કે આ વરસાદ ખેડૂતો માટે ખુશી લઈને આવ્યો છે.


Spread the love

Related posts

હૃદયની બીમારીઓથી બચવા માંગતા હોવ તો આ 3 બાબતોનું રાખો ધ્યાન, જાણો હેલ્થ એક્સપર્ટ પાસેથી

Team News Updates

ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Team News Updates

ગંગા દશેરા પર્વે સોમનાથ તીર્થમાં ત્રિવેણી તટ પર મહાપૂજા અને સંધ્યા આરતી કરવામાં આવશે

Team News Updates