News Updates
GUJARAT

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ક્યાં ખાબકશે વરસાદ

Spread the love

તાપીમાં ધોધમાર વરસાદને કારણે જિલ્લાના તમામ તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાલોડ તાલુકામાં નોંધાયો છે. કુકરમુંડામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

તાપી જિલ્લાના વ્યારામાં રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે. છેલ્લા ત્રણ દિવસથી પડતા સતત વરસાદથી પાણી ભરાયું છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થયા છે. બીજી તરફ તાપી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી કુકરમુંડાના રાજપર ગામની ઉની નદીમાં નવા નીરની આવક થઇ છે. જેથી તે બે કાંઠે વહેતી થઇ છે.

નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો કુકરમુંડા અને નિઝરના લો-લેવલ પુલ પર પાણી ફરી વળ્યા છે. કુકરમુંડા ખાતેના રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. બાલંબા કેડવામોઇથી મોરંબા જતો માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયો છે. જેથી વાહન વ્યવહાર અટવાયો છે.. સાથે જ સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તાપી જિલ્લામાં મેહુલિયો મન મૂકીને વરસ્યો છે. જેથી ચારેય તરફ પાણી જ પાણી ભરાયા છે.


Spread the love

Related posts

ગીર સોમનાથના દરિયાઈ વિસ્તારના મૂળ દ્વારકા, માઢવાડ, કોટડા સહિતના ગામોની પ્રત્યક્ષ મુલાકાત લેતાં કેન્દ્રીય રાજયમંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરા

Team News Updates

અહીં આપવામાં આવે છે પાકને ઈલેક્ટ્રીક શોક, કારણ જાણીને તમને નવાઈ લાગશે

Team News Updates

અંબાજી પરિક્રમા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર, ST દ્વારા દોડાવાશે વિશેષ બસ, જાણો

Team News Updates