ગત 22 જૂનના રોજ સેશન્સ કોર્ટે નિત્યસ્વરૂપ સ્વામી સહિત ત્રણ સંતો અને ૧૫૦ લોકોના ટોળા સામે વર્ષ ૨૦૨૧માં કરવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો જે અંતે સંતો દ્રારા હાઇકોર્ટમાં દાદ માંગતા કોર્ટે સેશન્સ કોર્ટના હુક્મ સામે સ્ટે આપ્યો હતો.
ભાવનગર હાઇ વે પર આવેલા સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતો દ્રારા એક ખાનગી પ્લોટમાં તોડફોડ કર્યાના આક્ષેપ સાથે તેમની સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની આઇપીસીની કલમ હેઠળ ગુનો નોંધવાના સેશન્સ કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટે સ્ટે આપતા સંતોને રાહત મળી હતી.
ગત 22 જૂનના રોજ સેશન્સ કોર્ટે નિત્યસ્વરૂપ સ્વામી સહિત ત્રણ સંતો અને ૧૫૦ લોકોના ટોળા સામે વર્ષ ૨૦૨૧માં કરવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો જે અંતે સંતો દ્રારા હાઇકોર્ટમાં દાદ માંગતા કોર્ટે સેશન્સ કોર્ટના હુક્મ સામે સ્ટે આપ્યો હતો.
શું હતો વિવાદ ?
ડિસેમ્બર ૨૦૨૧માં સરધાર ખાતે મહોત્સવ હતો.આ દરમિયાન ફરિયાદી બિપીન મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ૧૫૦ જેટલા ટોળાંએ પ્લોટમાં રહેલા સામાનને તોડી ફોડી નાખીને આ પ્લોટ પર બુરડોઝર ફેરવી દીધું હતું.રાજ્ય સરકાર દ્રારા આ પ્લોટ તેમના વડવાઓને ફુલછોડની ખેતી માટે ફાળવવામાં આવ્યો હતો.
આ જગ્યા પર તેમનો હક હોવા છતા સરધાન સ્વામિનારાયણ મંદિર દ્રારા આ જગ્યા પચાવી પાડવાના હેતુથી બળજબરી પૂર્વક ખાલી કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.આ માટે વર્ષ ૨૦૨૧માં પોલીસને લેખિત ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી ન હતી જે બાદ કોર્ટમાં ફરિયાદ કરી હતી.
સરધાર મંદિરના સંતોને બદનામ કરવાનું કાવતરૂ
સેશન્સ કોર્ટના આદેશ બાદ સંતો દ્રારા હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.જેમાં સંતોના વકીલોએ દાવો કર્યો હતો કે ફરિયાદીને ૩૦ વર્ષના ભાડાપટ્ટે જગ્યા આપી હતી જે મુદ્દત પૂર્ણ થતા સરકારે પોતાના હસ્તગત આ જગ્યા લીધી હતી બાદમાં આ જગ્યા હોસ્પિટલના હેતુથી સરકાર પાસે માંગવામાં આવી હતી જે સરકારે એપ્રિલ ૨૦૧૮માં ફાળવી હતી જે બાદ ફરિયાદી દ્રારા આ જગ્યા પર ગેરકાયદેસર કબ્જો કર્યો હતો.
એટલું જ નહિ કલેક્ટર અને સિવીલ કોર્ટમાં પણ દાવો કર્યો હતો પરંતુ તેમાં ફરિયાદીના દાવાને નામંજૂર કરાયો હતો.જેથી સંતોને બદનામ કરવાના હેતુથી આ પ્રકારના ખોટાં આક્ષેપો કરતા હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી જેના આધારે હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો.