કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં અનેક વિકાસકામોની ભેટ આપી છે, આ સાથે જ કુલ 39 જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતીઓને આજે કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. તેમણે પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ઉદ્ધાટન અને લોકાર્પણ કર્યુ.અમદાવાદમાં ઔડા અને AMCના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂર્હુત કર્યુ.તો અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થયા છે.
ઔડા-AMCના 7 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂર્હુત
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં અનેક વિકાસકામોની ભેટ આપી છે, આ સાથે જ કુલ 39 જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા છે. અમિત શાહે 899.05 કરોડ રુપિયાના 35 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને 649.37 કરોડ રુપિયાના વધારાના 23 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ છે. સૌપ્રથમ થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યુ છે.
લોકસભા ચૂંટણીમાં 400 બેઠક પારનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ભાજપ 370 અને NDA 400 બેઠકને પાર થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.વર્ષોથી જે કામોની રાહ જોવાતી હતી,તે કામ મોદી સરકારે પૂર્ણ કર્યા છે. મોદી સરકારે રામ મંદિર નિર્માણનું કામ પૂર્ણ કર્યુ છે. આ સાથે જ અમિત શાહે દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિત્તે દ્ધાંજલિ આપી તેમને યાદ કર્યા હતા. તો કોંગ્રેસકાળમાં અટકેલા વિકાસ કામોને લઇને પ્રહાર પણ કર્યા હતા.
દરેક ક્ષેત્રમાં 10 વર્ષમાં સર્વાંગી વિકાસ થયો-અમિત શાહ
અમિત શાહે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક કામોને ગતિ આપી.દરેક ક્ષેત્રમાં 10 વર્ષમાં સર્વાંગી વિકાસ થયો છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની ગતિ જાળવી રાખી છે.