સાંસદ પૂનમબેન માડમ દ્વારા જન્મદિવસના દિવસથી અનોખા સેવાયજ્ઞ નો પ્રારંભ

0
138

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા અનોખો સેવા યજ્ઞ તેઓના જન્મદિવસ ૨૩ સપ્ટેબરથી પ્રારંભ કરાવવામા આવ્યો છે જેથી કોરોનોમાંથી સાજા થયેલા દરદીઓ ને જાગૃતિ અને સાવચેતી કેળવવાની સાથે પ્રોત્સાહન મળી રહે તેમજ આ તકે હાલના કોરોના મહામારી ના સંક્રમણ પ્રત્યે સૌ નાગરીકો જાગૃત રહે તેવી અપીલ કરી સંસદસભ્ય પૂનમબેન માડમ એ માસ્ક -સેનેટાઇઝર-સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન તેમજ બિમારી નુ તુરંત પરીક્ષણ કરાવી સારવાર લેવા નજીકના હેલ્થ સેન્ટર કે સિવિલ હોસ્પીટલમા જવુ- દરેક પ્રકારે કાળજી લઇ વૃદ્ધો અને બાળકોની વધુ કાળજી લેવા સહિત વહિવટી તંત્ર અને આરોગ્યતંત્રના દરેક માર્ગદર્શન નુ પાલન કરવાના નમ્ર અનુરોધ સાથે અપીલ કરી છે.

    સંસદસભ્ય માન. પૂનમબેન માડમજી દ્વારા તારીખ ૨૩ સપ્ટેબરથી તેઓના જન્મદિવસના દિવસથી, જામનગરની જી.જી.હોસ્પીટલ-કોવિડ સેન્ટરમાંથી,કોરોનાને મ્હાત આપી,ડીસ્ચાર્જ થતા દરેક દર્દીને, સ્વાસ્થ્યની શુભકામના પાઠવતા પત્ર ,માસ્ક-સેનેટાઇઝર સહિતની કીટ અર્પણ કરવા ઉપરાંત  પ્લાઝમા ડોનેટ કરવા અને  કોરોના બાદની સાવચેતીઓના પાલન કરવાના નમ્ર અનુરોધ સાથે, સંવેદનાસભર  યજ્ઞનો શુભારંભ જન્મદિવસના દિવસથી  કરવામાં આવ્યો છે

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here