ગુનેગારોની તરફેણના મુદ્દે રાજકોટ રેન્જ IG અને પરિમલ નથવાણી આમનેસામને

0
307

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી અને રાજકોટ રેન્જ આઈજી રેન્જ આઈજી સંદીપસિંઘની ફાઇલ તસવીર.

  • રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘ સામે નથવાણી મેદાનમાં
  • અસામાજિક તત્ત્વો સામે કડક પગલાં લેતો જ રહીશ: આઈજી
  • ભદ્રનને જામનગર SP તરીકે મુકાયા બાદ વિવાદi

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘ રાજકીય નેતાઓના ઈશારે ગુનેગારોની ફેવર કરતા હોવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ભારે વિવાદ સર્જાયો છે. રેન્જ આઈજીએ પોતાના પર થયેલો આક્ષેપ નકારી દેતાં પોતે અસામાજિક તત્ત્વો સામે પહેલેથી જ કડક હોવાનું નિવેદન આપ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી દીપન ભદ્રને જામનગરમાં એસપી તરીકે ચાર્જ સંભાળ્યો એ જ દિવસે આ વિવાદ ચગ્યો છે. જામનગરના ભૂ-માફિયા જયેશ પટેલ પર સકંજો કસવા ભદ્રનને જામનગર મુકાયા હોવાની વાતથી સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે.

ગુનેગારોને સહકાર આપી કેસો પતાવ્યા છે
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું કે, જામનગરમાં મુકાયેલા નવા એસપી દીપન ભદ્રનના સ્પેશિયલ મિશન પર આવવાથી ગુનેગારાે ઉપર કંટ્રોલ થશે તેમજ તેમના રાજકીય આકાઓ પર હાથ કસાશે. કેટલાકને એવી શંકા છેકે, સંદીપસિંઘે અગાઉ ગુનેગારોને સહકાર આપી કેસની પતાવટ કરી છે,આ શંકા સાચી છે કે, ખોટી, મને ખબર નથી.

અસામાજિક પ્રવૃત્તિ રોકવા હંમેશાં કટિબદ્ધ
રાજકોટ રેન્જ આઈજી રેન્જ આઈજી સંદીપસિંઘે કહ્યું કે, સોશિયલ મીડિયાની પોસ્ટ પર હું કોઈ કોમેન્ટ નહીં કરું, કારણ કે બિનજરૂરી વિવાદમાં હું નથી પડવા માગતો. આજ સુધી મેં હંમેશાં એન્ટી સોશિયલ એક્ટિવિટિઝ રોકવા માટે કડક પગલાં લીધાં છે અને આવનારા સમયમાં પણ હું કટિબદ્ધ છું, કડક પગલાં લેતો જ રહીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here