સૌરાષ્ટ્રના આ પ્રસિદ્ધ કલાકારોએ એકઠા થઇને બનાવ્યું એસોસિયેશન, જાણો સંગઠન શું કરશે કામ

0
529
શુક્રવારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા કર્ણાવતી પાર્ટી લોન્સ ખાતે સૌરાષ્ટ્રના કલાકારો એકઠા થયા હતા. આ દરમિયાન સૌરાષ્ટ્રના લોકસાહિત્યકારોના એસોસિયેશનનું ગઠન કરાયું છે. જેમાં સૌરાષ્ટ્રના સાંઇરામ દવે, રાજભા ગઢવી, માયાભાઇ આહિર, કિર્તીદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, બિહારીદાન ગઢવી, દેવાયત ખવડ, હેમંત ચૌહાણ સહિતના કલાકારોનું એસોસિએશનમાં જોડાયા છે. આ પ્રસિદ્ધ કલાકારો દ્વારા નાના કલાકારોની મદદ કરવાનો સંકલ્પ કરાયો હતો.
  • સૌરાષ્ટ્રના લોકસાહિત્યકારોનું એસોસિએશનનું ગઠન
  • સૌરાષ્ટ્રના કલાકારો એસોસિએશનમાં જોડાયા
  • એસોસિયેશનનો ઉદ્દેશ મદદ કરવાનો

સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિયેશનની રચના કરવામાં આવી છે. હવે આ સૌરાષ્ટ્રનું સૌથી મોટું સંગઠન બન્યું છે. આ દરમિયાન સાંઈરામ દવે, રાજભા ગઢવી, માયાભાઈ આહિર, કિર્તીદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, બિહારીદાન ગઢવી, દેવાયત ખવડ અને હેમંત ચૌહાણ સહિત તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કલાકારો દ્વારા બનાવવામાં આવેલ એસોસિયેશનનો ઉદ્દેશ મદદ કરવાનો છે. સાથે કલાકારો દ્વારા એક કલા એકેડમી ખોલવાનું પણ આયોજન કરાયું છે.

એકબીજાને મદદ કરવા માટે તમામ કલાકરો સહમત થયા

સૌરાષ્ટ્રના દિગ્ગજ કલાકારો સહમત થઈ એક વિચારથી જોડાઈ સંગઠન માટે નિર્ણય કરી શકે. સૌ દિગ્ગજો એ પોત પોતાના સ્વબળે કલાકારોને મદદ કરી છે. પરંતુ જો સાથે મળીને મદદ કરવામાં આવે તો કદાચ ભવિષ્યમાં કલાકારોને ક્યારેય મેડિકલ, શિક્ષણ અને આફત વેળાએ કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે તેવા આશયથી બધા કલાકારો એકત્ર થયા હતા. આ પ્રસિદ્ધ કલાકારો દ્વારા નાના કલાકારોની મદદ કરવાનો સંકલ્પ કરાયો હતો.


સાથે જ આ માટે જાહેર કાર્યક્રમો શરૂ થતાની સાથે જ એક ખાસ સપ્તપદી કાર્યક્રમનું આયોજન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી થતી તમામ આવકથી નાના તેમજ જરૂરિયાત મંદ કલાકારને મદદ કરવાનો સંકલ્પ લેવાયો છે.

સૌરાષ્ટ્રના આ તમામ કલાકારોએ હોદ્દો સ્વીકારવાની ના પાડી

રાજકોટમાં એકઠા થયેલા સૌરાષ્ટ્રના કલાકારોએ નવા આ એસોસિયેશનમાં કોઈ પણ હોદ્દો સ્વીકારવાની ના પાડી છે. સૌરાષ્ટ્રની કાર્યકારી સમિતિમાં પરેશ પોપટ, નયન ભટ્ટ, રાહુલ મહેતા અને હિતેષ ઢાકેચા જવાબદારી સંભાળી રહ્યા છે. સંગીત ઓરકેસ્ટ્રા, લોકસંગીત, શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, નાટ્ય ક્ષેત્ર, બેક સ્ટેજ આર્ટિસ્ટ, સાઉન્ડ સિસ્ટમ ઓનર્સ, હેલ્પર, નૃત્ય જગત અને ઈવેન્ટ ક્ષેત્રને સાંકળી સૌરાષ્ટ્રભરનું સૌથી મોટુ સંગઠન નિર્માણ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here