News Updates
AHMEDABAD

Dharm: શ્રી સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા અંતર્ગત યાત્રા યોજાઈ

Spread the love

મણિનગરના શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત સદ્‌ભાવ યાત્રા યોજાઇ. જેમા પર્યાવરણ રક્ષણ અને વ્યસનમુક્તિ રેલીમાં માનવ સમુહ કે જેમાં હૈયે હૈયું દળાય એટલો વિશાળ માનવ સમુદાયમાં જોડાયો હતો.

ગરમીના રક્ષણ મળે તે માટે દરેક માનવ સમુદાયને સફેદ રંગની ટોપી આપવામાં આવી હતી. શોભાયાત્રાનો નજારો કૈલાસ માનસરોવરમાં જેમ હંસ વિહાર કરતો હોય એવું દ્રશ્ય તાદ્રશ્ય થયું હતું. શોભાયાત્રામાં વિશ્વની સુપ્રસિદ્ધ મુક્તજીવન સ્વામી સ્કોટિશ પાઈપ બેન્ડે વિશ્વશાંતિની ધૂન્ય રેલાવી હતી. શોભાયાત્રામાં દેશવિદેશના હજારો હરિભક્તો જોડાયા હતા. આ રેલી ઘોઘંબા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ શહેરમાં ફરી શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ પાલ્લી ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી.


Spread the love

Related posts

16 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજૂરી:અમદાવાદના નિકોલમાં દુષ્કર્મનો ભોગ બની હતી, હાલ 27 અઠવાડિયાનો ગર્ભ, અસારવા સિવિલ હોસ્પિટલમાં ગર્ભપાત કરાશે

Team News Updates

વરસાદની આગાહી ગુજરાતમાં આખું અઠવાડિયું ; મોરબી, કચ્છ જામનગરમાં ભારે વરસાદની આગાહી, આજે રાજ્યના 30 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

Team News Updates

હાઈકોર્ટના જજે કહ્યું- PIને યાદ રહેવું જોઈએ,  એક લાત કેટલી મોંઘી છે તે નિર્દોષ વ્યક્તિને લાત મારના PIને 3 લાખનો દંડ

Team News Updates