15 ઓકટો.થી ખુલશે સિનેમા હોલ, ફિલ્મ જોવા જતાં પહેલા આ ધ્યાન રાખજો નહીંતર ધક્કો પડશે

0
376
ધીરે ધીરે દેશ ખુલી રહ્યો છે. લોકો કોરોનાની સાથે જીવવા ટેવાઈ રહ્યા છે. લોકડાઉનને કારણે દુનિયાની અર્થ વ્યવસ્થા ખોરવાઈ છે. ત્યારે મૂવી પ્રેમીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. 15 ઓક્ટોબરથી દેશમાં સિનેમાં હોલ ખુલી રહ્યા છે. જોકે ફિલ્મ જોવા જતા પહેલા તમારે આ ગાઈડલાઈન ફોલો કરવાની રહેશે.
  • દેશમાં 6 મહિના બાદ 15 ઓક્ટોબરથી ખુલશે સિનેમા હોલ
  • સિનેમા હોલ-મલ્ટિપ્લેક્સને લઇ SOP જાહેર
  • 50% બેઠક વ્યવસ્થા સાથે ખુલશે સિનેમા હોલ
  • સીટોની વચ્ચે સામાજિક અંતર જાળવવું પડશે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકર 50 ટકા દર્શકો સાથે સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી છે. આ માટે સુચના પ્રસારણ મંત્રીએ ગાઈડલાઈન બહાર પાડી છે. દેશમાં 6 મહિના બાદ સિનેમા હોલ ખુલશે. અનલોક 5માં વધુ એક જાહેર સ્થળ ખુલશે.  15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખુલશે.  સિનેમા હોલ-મલ્ટિપ્લેક્સને લઇ SOP જાહેર કરવામાં આવી છે. જેનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. 

સિનેમા ઘરો અને ફિલ્મ જોવા જઈ રહેલા લોકોને આ શરતોએ છુટછાટ આપવામાં આવી છે. જેમાં 50% બેઠક વ્યવસ્થા સાથે સિનેમા હોલ ખુલશે. સિનેમા હોલ-મલ્ટિપ્લેક્સમાં માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. 

ફિલ્મ જોવા આવનાર તથા સ્ટાફના પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવાની રહેશે. ખાવા માટે માત્ર પેક ફૂડની જ વ્યવસ્થાને પરવાનગી આપવામાં આવી છે.  સીટોની વચ્ચે સામાજિક અંતર જાળવવું પડશે.

સિનેમા હોલની ટિકિટોના એડવાન્સ બુકિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમજ જગ્યાને કોરોના ફ્રી રાખવા તથા કોરોનાને ફેલાતો અટકાવવા માટે સિનેમા હોલ,મલ્ટીપ્લેક્સમાં નિયમિત સાફ સફાઇ કરવી પડશે.  એટલું જ નહીં ઇન્ટરવલ દરમિયાન લિમિટેડ દર્શકો જ બહાર નીકળી શકશે. કોરોના માટેની જાગૃતિ માટે 1 મિનિટની ફિલ્મ બતાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here