રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની ચૂંટણી 13 ઓક્ટોબરે યોજાશે (ફાઈલ તસવીર)
- નીતિન ઢાકેચા અને અરવિંદ રૈયાણી જુથ વચ્ચે ભારે ખેંચતાણ
રાજકોટ લોધિકા સંઘના ચેરમન પદની ચૂંટણી 13 ઓક્ટોબરના રોજ યોજાશે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ચૂંટણીનો એજન્ડા જાહેર કર્યો છે. રાજકોટ લોધિકા સંઘની ઓફિસમાં જ 13 ઓક્ટોબરના રોજ ચેરમેનનની ચૂંટણી યોજાશે. રાજકોટની આ સહકારી સંસ્થામાં ભાજપના જ બે જુથ આમને સામને આવી ગયા છે. ચેરમેનમાં પરિવર્તન કે પુનરાવર્તન થશે તે પરિણામમાં જ નક્કી થશે. છેલ્લા ઘણા વર્ષોથી નીતિન ઢાકેચા ચેરમેન તરીકે રહ્યા છે. પરંતુ આ વખતે કાંટે કી ટક્કર થવાની સંભાવના છે. રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું નામ ચેરમેન પદ માટે મોખરે છે.
ઢાકેચા અને રૈયાણી જુથ વચ્ચે ભારે ખેંચતાણ
નીતિન ઢાંકેચા અને અરવિંદ રૈયાણી જુથ વચ્ચે હાલ તો ભારે ખેંચતાણ છે. બંને જુથ વારાફરતી ગાંધીનગરની મુલાકાત લેતું રહે છે. સુકાનીઓની ચૂંટણી માટે સંઘર્ષ અને સમાધાન બંને રસ્તા ખુલ્લા છે. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પછી અને સરકાર નિયુક્ત સભ્યો પછી બંને જુથનું સંખ્યા બળ (10ની આસાપાસ) સરખું રહ્યું હોવાથી સુકાની પદ માટે રસાકસી રહેશે.
રાજકોટ લોધિકા સંઘમાં 20 સભ્યો છે
સરકાર નિયુક્ત સભ્યો મતદાન કરી શકે કે નહીં તે અંગે હજુ પ્રશ્નાર્થ છે. સંઘમાં 16 ચૂંટાયેલા, 3 સરકાર નિયુક્ત અને 1 બેંકના પ્રતિનિધિ સહિત 20 સભ્યો છે. ચૂંટણી પહેલા સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલવા સહિતના અનેક પ્રકારના દાવપેચ રમાય રહ્યા છે.