રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને પાર, શહેરમાં 929 દર્દી સારવાર હેઠળ

0
90
  • રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7 હજારને પાર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. જેમાં રાજકોટમાં અત્યાર સુધીમાં 7094 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલ શહેરમાં 929 દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે રાજકોટમાં 105 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

કોરોના સામે રાજકોટ મનપાની કામગીરી
કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ કામગીરી થઇ રહી છે. રાજકોટ શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘર આંગણે સેવાઓ આપવામાં આવે છે.1031 સર્વેલન્સની ટીમ દ્વારા દરરોજ સર્વે કરવામાં આવી રહ્યો છે.

શહેરના માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તાર
મવડી મેઇન રોડ પર ઉદયનગર, સ્વાશ્રય સોસાયટી, રૈયારોડ પર ગણેશપાર્ક, બોલબાલા માર્ગ પર ગાયત્રીનગર, એરપોર્ટ રોડ પર સ્વપ્ન સિદ્ધિ પાર્ક, કોઠારિયા રોડ પર દયાનંદનગર, વાણિયાવાડી, ગોવિંદનગર, પોપટપરા વિસ્તારમાં દ્વારકેશ રેસિડેન્સીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here