કોરોના છતાં હેલ્થ ખાતામાં 50% ખાલી જગ્યા ભરવા સરકારે શું કર્યું?: હાઇકોર્ટ

0
79
  • સુઓમોટો અરજીની સુનાવણીમાં સરકારની આકરી ઝાટકણી કાઢી
  • કોવિડ અંગે ICMRએ વારંવાર નીતિ બદલતા કોર્ટે કહ્યું, ‘આ જોખમી બાબત છે’

કોરોના મહામારીને પગલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજીની સુનાવણી દરમ્યાન સરકારને આડેહાથ લીધી હતી. હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ખાલી પડેલી 50 ટકા જગ્યા ભરવા શું પગલા લીધા? તે અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ જગ્યા ભરવા પ્રક્રિયા હાથ ધરી છે કે નહી? કોરોના જેવી બિમારીમાં મેડીકલ સ્ટાફ પણ બિમાર પડી જાય છે બીજી તરફ સ્ટાફની અછત વર્તાય તે કેવી રીતે ચલાવી શકાય? રાજયભરની સિવિલ હોસ્પિટલમાં 50 ટકા તબીબોની જગ્યા ખાલી કેમ રાખી છે? સરકારે બનાવેલી 5 સનદી અધિકારીઓએ કોર્ટમાં સિવિલ હોસ્પિટલોની સ્થિતિ સારી હોવાનો રિપોર્ટ આપ્યો છે.

ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ દ્વારા કોવિડ-19 ટેસ્ટ અંગે વારંવાર નીતિ બદલાતા કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે ટકોર કરી હતી કે, વાંરવાર નીતિઓ બદલવાનો અભિગમ જોખમી છે. ICMRએ પહેલા કોરોનાનાં લક્ષણો ધરાવતા દર્દીના ટેસ્ટ કરવા નીતિ ઘડી હતી. ત્યારપછી સુધારો કરીને લક્ષણ ન હોય તેમના પણ કોરોના ટેસ્ટ કરવા નિર્ણય લીધો.માર્ગદર્શિકામાં વાંરવાર ફેરફારથી તંત્ર અને લોકો મુંઝવણમાં રહે છે. અનેક મુદ્દે ICMR નીતિ બદલ્યા કેમ કરે છે? કોર્ટે ICMRને કોરોના મામલે તેની અંતિમ નીતિની કોર્ટમાં સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે.

વારંવાર બદલાતી નીતિ સામે કોર્ટે નારાજગી વ્યકત કરી
VSને પૂરતી સુવિધા નહીં અપાતા સરકાર-મ્યુનિ.નો ખુલાસો માગ્યો

વી.એસ હોસ્પિટલ ફરી શરૂ કરવા હાઇકોર્ટમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અરજી કરી છે. તેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, સરકાર અને કોર્પોરેશન હોસ્પિટલને પૂરતી સુવિધા આપતી નથી. તબીબોનો અભાવ છે. કોર્ટે સરકારને વી.એસની સાચી સ્થિતિ શું છે? તે અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

4 ખાનગી હોસ્પિટલ સાથે ફરીથી MOU
મ્યુનિ.એ પાલડીની બોડિલાઇન, રખિયાલ તેમજ સેટેલાઈટની તપન હોસ્પિટલ અને આશ્રમ રોડ પરની એનેક્સ હોસ્પિટલ સાથે ફરી કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતાના એમઓયુ કર્યા છે. અગાઉ જુલાઇમાં આ 4 હોસ્પિટલ સાથેના એમઓયુ રદ કરાયા હતા.

શહેરમાં નવા 164 કેસ, વધુ 3નાં મોત
શહેરમાં કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા છે. જે સાથે કુલ કેસની સંખ્યા 36706 પર પહોંચી છે. જ્યારે 3 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યું થતાં કુલ મૃત્યુઆંક પણ 1830 પર પહોંચ્યો છે. શહેરમાં શુક્રવારે 211 જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યારે હવે શહેરમાં કોરોનાના કુલ 3105 એક્ટીવ કેસ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here