News Updates
INTERNATIONAL

ગ્રીસમાં ભારતીયોએ મોદીનું કર્યું સ્વાગત:બ્રહ્મોસ મિસાઈલ અંગે ડીલ થઈ શકે છે; ઈન્દિરા બાદ અહીંની મુલાકાત લેનારા મોદી પહેલા PM

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લગભગ 9 વાગે યુરોપિયન દેશ ગ્રીસની રાજધાની એથેન્સની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર વિદેશ મંત્રી જ્યોર્જ જેરાપેટ્રિટિસે મોદીનું સ્વાગત કર્યું હતું. આ પછી એથેન્સની એક હોટલની બહાર ભારતીય મૂળના લોકોએ ઢોલ-નગારાં સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ભારતીય સમુદાયના લોકોએ મોદીને ગ્રીસનો પારંપરિક તાજ પહેરાવ્યો, જેને હેડ્રેસ કહેવાય છે

BRICS સમિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય પ્રવાસ પર યુરોપિયન દેશ ગ્રીસ પહોંચી ગયા છે. તેઓ શુક્રવારે એથેન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યા હતા. 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ગ્રીસની મુલાકાતે છે. આ પહેલાં 1983માં ઈન્દિરા ગાંધી ગ્રીસ ગયાં હતાં. ગ્રીક સિટી ટાઈમ્સના અહેવાલ મુજબ પીએમ મોદી સાથે 12 ભારતીય ઉદ્યોગપતિઓ પણ એથેન્સ પહોંચ્યા છે. ગ્રીસના બિઝનેસમેન સાથે તેમની મુલાકાત કરાવવામાં આવશે.

બંને દેશો વચ્ચે વેપાર, ટેક્નોલોજીથી લઈને સંરક્ષણ સહયોગ પર ચર્ચા થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રીસ લાંબા સમયથી ભારતની બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ ખરીદવામાં રસ દાખવી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીના ગ્રીસ પ્રવાસ પર ભારતનું બ્રહ્માસ્ત્ર કહેવાતા બ્રહ્મોસ મિસાઈલ મેળવવા માટે ડીલ થઈ શકે છે.

તુર્કી-પાક ગઠબંધન તોડવા ગ્રીસ જશે પીએમ મોદી?
તુર્કી કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ જઈને પાકિસ્તાનનું સમર્થન કરે છે. એટલું જ નહીં પાકિસ્તાન અને ઈરાન ઝડપથી સંરક્ષણ ભાગીદારી વધારી રહ્યા છે. એપ્રિલ 2023માં તુર્કીએ પાકિસ્તાનને બરયાકતાર TB2 ડ્રોન આપ્યા હતા. આ ડ્રોને રશિયા-યુક્રેન યુદ્ધમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. પાકિસ્તાનને આ ડ્રોન મળવું એ ભારત માટે જોખમથી ઓછું નથી.

ભારતીય વાયુસેનાના વડા વીઆર ચૌધરી ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાક-તુર્કી ગઠબંધન તોડવા માટે ગ્રીસ ગયા હતા. આ દરમિયાન ડ્રોન ટેક્નોલોજી પર કામ કરવા માટે બંને દેશોમાં વાતચીત થઈ હતી. ખરેખરમાં ડ્રોનના ખતરાને જોતા તુર્કીનો દુશ્મન ગ્રીસ હવે ભારતને સાથ આપવા તૈયાર છે.

ગ્રીસ આ ડ્રોનના રડાર સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા ભારત સાથે શેર કરી શકે છે. બરયાકતાર ડ્રોનની નાની સાઈઝને કારણે તેમને રડાર પર શોધવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, ભારત સાથે શેર કરવામાં આવેલી માહિતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. તેના બદલામાં ભારત ગ્રીસને બ્રહ્મોસ આપી શકે છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ અને એમડી અતુલ દિનકરે જણાવ્યું હતું કે ભારતે બ્રહ્મોસ વેચવા માટે ફિલિપાઈન્સના સંરક્ષણ મંત્રાલય સાથે પ્રથમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય ઘણા નાટો દેશોએ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે.

ભારત તુર્કીની વિરુદ્ધ જઈને સાયપ્રસ મુદ્દે ગ્રીસનું સમર્થન કરે છે
એજિયન સમુદ્રને લઈને ગ્રીસ અને તુર્કી વચ્ચે તણાવ ચાલુ છે. આ સિવાય બે નાટો દેશો વચ્ચે સાયપ્રસ ટાપુના વિભાજનને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ 1974નો છે. ગ્રીસ સમર્થિત લશ્કરી બળવાના જવાબમાં તુર્કીના લડવૈયાઓએ આ ટાપુ પર આક્રમણ કર્યું હતું. બાદમાં, કબજે કરેલા વિસ્તારને તુર્કી દ્વારા ટર્કિશ રિપબ્લિક ઓફ ઉત્તરી સાયપ્રસ નામ આપવામાં આવ્યું.

તુર્કી એક દેશ બન્યો તે પહેલાં પણ ગ્રીક અને તુર્કી વચ્ચે દુશ્મનાવટનો લાંબો ઇતિહાસ હતો. ભારતે હંમેશાં આ મુદ્દે ગ્રીસનું સમર્થન કર્યું છે. સાથે જ ગ્રીસ પણ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કરે છે. ગ્રીસ UNSCમાં ભારતની કાયમી બેઠકનું પણ સમર્થક છે.


Spread the love

Related posts

315નાં મોત અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરને કારણે:1600થી વધુ લોકો ઘાયલ, 2000 ઘર ધરાશાયી,બે અઠવાડિયાથી વીજળી નથી ઘણાં રાજ્યોમાં

Team News Updates

Samsungના ઈયરબડ્સ તુર્કીની મહિલાના કાનમાં ફાટ્યા

Team News Updates

 એક હેલિકોપ્ટર સ્વિમિંગ પૂલમાં અને બીજું સ્ટેડિયમમાં પડ્યું:2 હેલિકોપ્ટર હવામાં ટકરાયાં મલેશિયન નેવીનાં ,પરેડ રિહર્સલ દરમિયાન અકસ્માત ;10 ક્રૂ મેમ્બર્સનાં મોત 

Team News Updates