News Updates
RAJKOT

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન-3:ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં સોરઠનાં કેપ્ટન ચિરાગ જાનીની ફીફ્ટી એળે ગઈ, કચ્છ વોરિયર્સની 30 રનથી જીત

Spread the love

જામનગર રોડ પરનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આયોજિત સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન-3 ચાલી રહી છે. જેમાં ગઈકાલે બીજી મેચ કચ્છ વોરિયર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સોરઠનાં કેપ્ટન ચિરાગ જાનીની ફીફ્ટી એળે ગઈ હતી અને કચ્છ વોરિયર્સની 30 રનથી જીત થઈ હતી. આજે બપોરે 3 કલાકે સોરઠ લાયન્સ અને ગોહિલવાડ ગ્લેડીએટર્સ તેમજ સાંજે 7 કલાકે ઝાલાવાડ રોયલ્સ અને હાલાર હિરોઝ વચ્ચે ટક્કર થશે.

સમર્થ વ્યાસ અને કેવિન જીવરાજાનીએ 23-23 રન બનાવ્યા
ગઈકાલે રમાયેલા મેચમાં કચ્છ વોરિયર્સે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કચ્છ વોરિયર્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. આર્યનદેવસિંહ ઝાલાએ 28 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. પાર્શ્વરાજ રાણાએ 22 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા. સમર્થ વ્યાસ અને કેવિન જીવરાજાનીએ 23-23 રન બનાવ્યા હતા. સુકાની ચિરાગ જાની, સુરેશ પડિયાચી, કરણ સુચક અને જય ચૌહાણે 1-1 વિકેટ લીધી હતી.

કુશાંગ પટેલે 3.4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી
બીજીતરફ સોરઠ લાયન્સની ટીમ 19.4 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઇ હતી. કેપ્ટન ચિરાગ જાનીએ 63 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. તરંગ ગોહેલે 16 રન કર્યા. અંશ ગોસાઇએ 15 રન બનાવ્યા હતા. કુશાંગ પટેલે 3.4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. ધર્માદિત્ય ગોહિલે 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજા, લકીરાજ વાઘેલા, પાર્શ્વરાજ રાણા અને જ્યોત છાયાએ 1-1 વિકેટ લીધી હતી.

તમામ મેચ જીઓ સિનેમા એપ પર લાઈવ
ઉલ્લેખનીય છે કે, આ મેચમાં હાથી સિમેન્ટ મજબૂત પ્લેયર ઓફ ધ મેચ ચિરાગ જાનીને આપવામાં આવ્યો હતો. એકસ્ટ્રીમ પ્લેયર ઓફ ધ મેચ પાર્શ્વરાજ રાણાને આપવામાં આવ્યો હતો. સ્કાયફેર ન્યૂઝ પ્લેયર ઓફ ધ મેચ પાર્શ્વરાજ રાણાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં ખજાનચી શ્યામ રાયચુરા અને એપેક્ષ કાઉન્સિલ મેમ્બર ભૂપતસિંહ તલાતિયા દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. આ તમામ મેચ જીઓ સિનેમા એપ પર લાઈવ પ્રસારિત કરવામાં આવે છે.


Spread the love

Related posts

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાશે.

Team News Updates

આયુર્વેદિક સીરપનો નશો!:રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચે 5 ટ્રક ભરેલી 6 બ્રાન્ડની 73275 બોટલ સીરપ પકડી, આલ્કોહોલની પ્રમાણ જાણવા FSLની મદદ લીધી

Team News Updates

531 સફાઈ કર્મીની ભરતી થશે:રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન; કર્મીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, સુવિધા, વેતન સહિતના મુદ્દે ચર્ચા કરી

Team News Updates