ભારતીય સ્ટાર્ટઅપ કંપની Lectrix EV એ ‘LXS મુનશાઇન લિમિટેડ એડિશન’ લૉન્ચ કરી છે. કંપનીએ આ EVના લોન્ચિંગ સાથે ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગને ટ્રિબ્યુટ પણ આપ્યું છે.
કંપની LXS મૂનશાઇન લિમિટેડ એડિશનના માત્ર 384 યુનિટનું જ ઉત્પાદન કરશે. EVના આ સ્પેશિયલ એડિશનની એક્સ-શોરૂમ કિંમત 97,999 રૂપિયા છે.
LXS મૂનશાઇન લિમિટેડ એડિશન: ડિઝાઇન અને કમ્ફર્ટ ફીચર્સ
LXS મૂનશાઇન લિમિટેડ એડિશન પ્રમાણભૂત Lectrix LXS 2.0 પર આધારિત છે જેમાં માત્ર થોડા કોસ્મેટિક ફેરફારો છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આરામદાયક સવારી માટે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને પાછળના ભાગમાં કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શન છે. બ્રેકિંગ માટે ઇલેક્ટ્રિક સ્કૂટરને આગળ અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક્સ મળે છે, જે કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ (CBS) સાથે જોડાયેલા હોય છે.
LXS મૂનશાઇન લિમિટેડ એડિશન: પર્ફોર્મન્સ
Lectrix LXS Moonshine લિમિટેડ એડિશનમાં 1200W ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે LXS મૂનશાઇન 5 સેકન્ડમાં 0-25 kmphની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 50 કિમી છે.
LXS મૂનશાઇન લિમિટેડ એડિશન: બેટરી અને રેન્જ
48 V લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે ઇલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જ પર 89 કિમીની રેન્જ આપે છે અને 3 થી 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ શકે છે.
ઓલા અને હીરો વાહનોને આપશે ટક્કર
ભારતમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર 1 લાખ રૂપિયાના સબ-સેગમેન્ટમાં Ola, Pure EV, Hero Electric, Okinawa, Okaya અને Joyના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સાથે સ્પર્ધા કરશે.