News Updates
INTERNATIONAL

રશિયન યુદ્ધ જહાજો 13,000 કિમી પેટ્રોલિંગ કર્યા પછી પરત ફર્યા:જાપાન- અમેરિકાની નજીકથી પસાર થયા; ચાઈનીઝ જહાજો સાથે પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ કર્યું

Spread the love

ચીનના યુદ્ધ જહાજોની સાથે રશિયન નેવીના યુદ્ધ જહાજો પેસિફિક મહાસાગરમાં 21 દિવસથી વધુ પેટ્રોલિંગ કર્યા બાદ પરત ફર્યા છે. પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ દરમિયાન યુદ્ધ જહાજોના કાફલાએ 13,000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન આ જહાજો અમેરિકાના પશ્ચિમ કિનારાની નજીક પહોંચી ગયા હતા.

ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, રશિયન યુદ્ધ જહાજોએ ચીનના નૌકાદળના જહાજોના સ્ક્વોડ્રન સાથે જાપાનના સમુદ્ર, ઓખોત્સ્કના સમુદ્ર, બેરિંગ સમુદ્ર અને પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ કર્યું હતું.

યુદ્ધ જહાજો જાપાનની નજીકથી પસાર થયા
પેટ્રોલિંગ દરમિયાન, રશિયન-ચીની ટુકડી ઉત્તરી જાપાની ટાપુ હોક્કાઇડો નજીકથી પસાર થઈ હતી. હોક્કાઇડો એ રશિયામાં કુરિલ અને જાપાનમાં ઉત્તરીય પ્રદેશ તરીકે ઓળખાતો વિસ્તાર છે. આ ટાપુ દાયકાઓથી બંને પાડોશી દેશો વચ્ચે તણાવનું કારણ રહ્યું છે. રશિયન-ચીની યુદ્ધ જહાજોએ પણ એલ્યુટિયન ટાપુઓના ભાગની પરિક્રમા કરી. મોટાભાગના અલેયુટિયન ટાપુઓ યુએસ રાજ્ય અલાસ્કાનો ભાગ છે.

વોલ સ્ટ્રીટ જર્નલે ઓગસ્ટની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે 11 રશિયન અને ચાઈનીઝ જહાજો અલેઉતિયન ટાપુ નજીક પહોંચ્યા હતા, જે યુએસ કિનારા સુધી પહોંચનાર સૌથી મોટો કાફલો છે. અખબારે અમેરિકી અધિકારીઓને ટાંકીને કહ્યું કે જહાજો ક્યારેય અમેરિકાની જળસીમામાં પ્રવેશ્યા નથી.

પેટ્રોલિંગમાં એક્સરસાઈઝ કરવામાં આવી હતી, નકલી મિસાઇલ પણ ઝીંકવામાં આવી
ઇન્ટરફેક્સે અહેવાલ આપ્યો છે કે રશિયન પેસિફિક કાફલાના કેટલાક સૌથી મોટા યુદ્ધ જહાજોએ પેટ્રોલિંગમાં ભાગ લીધો હતો. પેટ્રોલિંગ દરમિયાન સંયુક્ત સબમરીન અને એન્ટી એરક્રાફ્ટ કવાયત હાથ ધરવામાં આવી હતી. બંને બાજુથી હેલિકોપ્ટર અને નેવલ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને દુશ્મન સબમરીનને શોધવા માટે એક મોક એક્સરસાઈઝ કરવામાં આવી હતી.

જહાજોની એક ટુકડી પર નકલી મિસાઇલ ફાયરિંગ કરવામાં આવ્યું. સપ્ટેમ્બરમાં, ચીને રશિયા સાથે સંયુક્ત કવાયતમાં ભાગ લેવા માટે 300 લશ્કરી વાહનો, 21 ફાઇટર જેટ અને ત્રણ યુદ્ધ જહાજો સાથે 2,000 સૈનિકો મોકલ્યા હતા.

ગયા વર્ષે બંને દેશોએ યુદ્ધાભ્યાસ કર્યો હતો
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2022 માં રશિયા અને ચીન વચ્ચેની સૈન્ય અભ્યાસમાં 50,000 થી વધુ સૈનિકો અને 5,000 હથિયાર એકમો સામેલ હતા. જેમાં 140 એરક્રાફ્ટ અને 60 યુદ્ધ જહાજ સામેલ હતા. આ યુદ્ધાભ્યાસને વોસ્તોક નામ આપવામાં આવ્યું હતું. આ અભ્યાસ રશિયાના દૂર પૂર્વ અને જાપાનના સમુદ્રમાં અલગ-અલગ સ્થળોએ થયો હતો.


Spread the love

Related posts

અમે અમારા ક્ષેત્રમાં બેઠકો કરવા માટે સ્વતંત્ર છીએ, G20 પર ભારતે ચીનની કરી ટીકા

Team News Updates

શસ્ત્રોથી પોતાની તાકાત વધારી રહ્યું છે સાઉદી, રિયાધના વર્લ્ડ ડિફેન્સ એક્સપોમાં 75 દેશો ભેગા થશે

Team News Updates

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષે નિધન:અમેરિકન ‘ચાણક્ય’ કિસિંજરે 1971ના ભારત-પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું

Team News Updates