ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે (2 મે)ના રોજ જણાવ્યું હતું કે 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભાવના છે અને તેના પરિણામ સ્વરૂપ આગામી 48 કલાકમાં ઓછા વાયુ દબાણનો વિસ્તાર થવાની સંભાવના છે. અમેરિકન હવામાન આગાહી ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (GFS) અને યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ECMWF)એ બંગાળની ખાડી પર ચક્રવાતની રચનાની આગાહી કર્યા પછી IMDનું આ નિવેદન સામે આવ્યું છે.
IMDના મહાનિર્દેશકે આ વાત કહી
IMD મુજબ 6 મેના બંગાળની ખાડીની ઉપર ચક્રવાત બનવાની આશંકા છે. એને લઈને મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, કેટલાક અનુમાનો અને હવાના દબાણોના અનુસંગિક ગણિત બાદ એક Cyclone ચક્રવાતનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અમે નજર રાખી રહ્યા છીએ. નિયમત રીતે અપડેટ આપવામાં આવશે જેથી લોકો સતર્ક રહી શકે. પૂર્વાનુમાન બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકે અધિકારીઓને કોઈપણ પ્રકારની ઘટનામાં તૈયાર રહેવા માટે અપડેટ કર્યા છે.
હકિકતમાં આંતરરાષ્ટ્રીય હવામાન વૈજ્ઞાનિકોએ મેના બીજા સપ્તાહાં ચક્રવાતી તોફાનની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી ઉપર એક હળવા દબાણનું ક્ષેત્ર બની શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓછા દબાણના Cyclone ચક્રવાતી તોફાનનું રૂપ લેવાની આશંકા પ્રબળ છે. આ ચક્રવાતની અસર પૂર્વી ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી રહેવાના અણસાર છે.
‘મોચા’ નામની ચર્ચા કેમ?
જો સત્તાવાર ચક્રવાતની પુષ્ટિ થશે તો WMo અને ESCCAP સભ્ય દેશોએ અપનાવેલી પ્રણાલી મુજબ આ ચક્રવાતનું નામ મોચા હશે. યમનના લાલ સાગર તટ પર આવેલ મોચા શહેરના નામ પરથી આ ચક્રવાતનું નામ ભલામણ કરેલું છે.
પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થઈ શકે છે અસર
આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મે ના બીજા સપ્તાહમાં ચક્રવાતી વાવાઝોડાની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી શક્યતા છે.
ઓડિશાના મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે (2 મે) ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું. ઓડિશામાં 2 મે, 2019ના રોજ ત્રાટકેલા ચક્રવાત ફેનીનો ઉલ્લેખ કરતા પટનાયકે કહ્યું કે ઉનાળામાં ચક્રવાતનો સંભવિત માર્ગ નક્કી કરવો મુશ્કેલ છે. તેમણે અધિકારીઓને સલાહ આપી કે જો જરૂરી હોય તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડો અને ચક્રવાત પછીની રાહત કામગીરીની યોજના તૈયાર કરો. પટનાયકે મુખ્ય સચિવ પીકે જેનાને નિયમિતપણે પરિસ્થિતિની સમીક્ષા કરવા અને વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુને તમામ વિભાગો અને જિલ્લાઓ સાથે સંકલનમાં કામ કરવા જણાવ્યું હતું.
પ્રાદેશિક હવામાન કેન્દ્રે આ વાત કહી
પ્રાદેશિક હવામાન કેન્દ્ર, ભુવનેશ્વરના એક અધિકારીએ જણાવ્યું કે IMD એ હજુ સુધી ચક્રવાત અંગે કોઈ આગાહી કરી નથી. તેમણે કહ્યું કે ચક્રવાત આવતા પહેલા ઓછા દબાણના વિસ્તારને ઊંડા દબાણવાળા વિસ્તારમાં ફેરવવા પડશે.
અધિકારીઓએ તૈયારીઓની માહિતી આપી હતી
જેનાએ કહ્યું કે જો કોઈ ચક્રવાત રાજ્યમાં ત્રાટકશે તો રાજ્ય એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે કોઈનું મૃત્યુ ન થાય. તેમણે કહ્યું, “તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આ સંદર્ભે એલર્ટ કરવામાં આવ્યા છે. ચક્રવાત આશ્રયસ્થાનો તૈયાર છે અને શાળાની ઇમારતો સહિત સુરક્ષિત સ્થળોની ઓળખ કરવામાં આવી છે.
તે જ સમયે, સાહુએ કહ્યું કે તમામ જિલ્લાઓમાં 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. “18 દરિયાકાંઠાના અને નજીકના જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને પણ સ્ટેન્ડબાય પર રહેવા માટે કહેવામાં આવ્યું છે,” તેમણે કહ્યું, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની કુલ 17 ટીમો અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 20 ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે અને એવી પણ શક્યતાઓ છે કે બંગાળની ખાડીમાં ઉભા થનારા ચક્રવાતની અસર પણ રાજ્ય પર પડી શકે છે. હાલ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત પાછલા કેટલાક સમયથી વરસાદ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ રહેવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.