News Updates
GUJARAT

બનાસકાંઠા જિલ્લામાં જળસંકટના એંધાણ ! વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બળી જવાના આરે, જગતનો તાત ચિંતિત

Spread the love

બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી શક્યતા છે. આ વર્ષે નહીંવત વરસાદને કારણે જિલ્લો દુષ્કાળગ્રસ્ત થવાની તૈયારીમાં છે. બનાસકાંઠાના અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર, ભાભર, વાવ, સુઈગામ સહિતના તાલુકામાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ પાણીના તળ નીચે ગયા છે. તેથી જળસંકટ ઉત્પન્ન થાય તેવી સંભાવના છે.

ઓક્ટોબર સુધી સારો વરસાદ નહીં પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી શક્યતા છે. પૂરતા પાણીના અભાવે બનાસકાંઠાના અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર, ભાભર, વાવ, સુઈગામ સહિતના તાલુકામાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ પાણીના તળ નીચે ગયા છે તો બીજી તરફ વરસાદ નથી.

જિલ્લામાં સિઝનનો માત્ર 20 ટકા વરસાદ થયો હોવાનું સામે આવ્યુ છે. જેને કારણે ખેડૂતોના પાક બળી જવાને આરે છે. બે દિવસ અગાઉ પાલનપુર વડગામ ડીસા અને દાંતામાં એક ઇંચ વરસાદ પડ્યો અને જેમાં ખેડૂતોના પાકને જીવત દાન મળ્યું. પણ અમુક તાલુકામાં વરસાદ પડ્યો નથી. જેથી પાકને નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ વરસાદની જરૂર છે અને જો વરસાદ નહીં પડે તો આગામી સમયમાં મુશ્કેલી વધી શકે છે.

સમગ્ર જિલ્લામાં નહીંવત વરસાદને કારણે મગફળી, ગવાર, એરંડા, ચોળી અને ઘાસચારા સહિતના પાકો નષ્ટ થવાના આરે છે. ચોમાસાની વરસાદ આધારિત ખેતી પર પ્રથમ વરસાદમાં ખેડૂતોએ પાકોનું વાવેતર કર્યું હતું. અને સારા વરસાદની આશાએ સારો પાક થશે તેવી આશા હતી. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક બળી જવાને આરે છે.


Spread the love

Related posts

આત્મહત્યાનો પ્રયાસ, પારિવારિક ઝગડા, સંતાનો અને વાલીઓ વચ્ચે અણબનાવ, છેતરપિંડી જેવી સમસ્યાઓના સમાધાનનું સરનામું એટલે ‘મહિલા હેલ્પ ડેસ્ક’

Team News Updates

વાંચો: જમીન નીચેથી દારુ, એ પણ RAJKOTમાં..

Team News Updates

ભારતીય સેનાના રિટાયર્ડ આર્મી ઓફિસરે શરૂ કરી મોસંબીની ખેતી, જાણો કેવી રીતે કરી લાખો રૂપિયાની કમાણી

Team News Updates