રવિવારે સાંજે મુંબઈમાં એક નિર્માણાધીન ઈમારતના 40મા માળેથી એક કંસ્ટ્રક્શન લિફ્ટ પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં લિફ્ટમાં રહેલા 7 મજૂરોના મોત થયા હતા. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખ યાસીન તડવીએ જણાવ્યું હતું કે તમામ મજુરો વોટર પ્રૂફિંગ કામ કર્યા પછી 40મા માળે લિફ્ટમાં પ્રવેશ્યા હતા. ત્યારે લિફ્ટ અચાનક તૂટીને અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પડી હતી.
એવું માનવામાં આવે છે કે લિફ્ટનો કેબલ તૂટવાને કારણે આ અકસ્માત થયો હતો. આ સામાન્ય લિફ્ટ ન હતી, પરંતુ કંસ્ટ્રક્શન લિફ્ટ હતી. આવી લિફ્ટનો ઉપયોગ બિલ્ડિંગના બાંધકામ દરમિયાન કરાય છે.
લિફ્ટ કેવી રીતે પડી ગઈ તે અંગેની તપાસ કરવામાં આવશે
દુર્ઘટનાની માહિતી મળ્યા પછી, રીજનલ ડુઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મજુરોને બેઝમેન્ટ પાર્કિંગમાંથી બહાર કાઢ્યા. યાસીન તડવીએ જણાવ્યું કે લિફ્ટને કેવી રીતે કેવી રીતે પડી ગઈ તે અંગેની તપાસ કરાશે.
આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની ઓળખ મહેન્દ્ર ચૌપાલ (32), રૂપેશ કુમાર દાસ (21), હારૂન શેખ (47), મિથલેશ વિશ્વકર્મા (35), કારી દાસ (38) અને નવીન વિશ્વકર્મા તરીકે થઈ છે. સાતમા મૃતકની ઓળખ હજુ થઈ નથી.
તેલંગાણાના સૂર્યપેટમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા પાંચ મજૂરોના ત્યાં લિફ્ટ પડી જતાં મોત થયાં હતાં. લિફ્ટ ચોથા માળેથી પડી હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે.
લખનઉના PGI વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં લિફ્ટ પડી જતાં મોટો અકસ્માત થયો હતો. લિફ્ટમાં બેઠેલા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક મજૂરને ઈજા થઈ હતી.