News Updates
RAJKOT

સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર:પટના, કોલકતા અને નાગપુર જવા માટે ટ્રેન કનેક્ટિવિટી સરળતાથી મળશે, 6 એક્સપ્રેસ ટ્રેનોને અમદાવાદના બદલે રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય

Spread the love

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના સાંસદોએ કરેલી રજૂઆતને માન્ય રાખી કેન્દ્રીય મંત્રી દ્વારા અમદાવાદ સુધી આવતી પટના, પ્રયાગરાજ, કોલકતા, નાગપુર અને કોલ્હાપુર સહિત 6 એક્સપ્રેસ ટ્રેનોને અમદાવાદના બદલે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે, જયારે આવનાર દિવસોમાં વધુ બેથી ત્રણ એક્સપ્રેસ ટ્રેન મળશે તેવો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ વંદે ભારત ટ્રેન પણ રાજકોટ સુધી લંબાવવા સરકાર દ્વારા ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે તેવું રાજ્યસભાના સાંસદ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

6 લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, મારી સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સાંસદો દ્વારા રાજકોટને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માંગ કરવામાં આવી હતી, જે માન્ય રાખી અમદાવાદ -પ્રયાગરાજ એક્સપ્રેસ સહિત 6 લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા રેલ મંત્રાલય દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રેલવેમંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ સુધી લંબાવવામાં આવેલ ટ્રેનની વિગત

  1. ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના એક્સપ્રેસ
  2. ટ્રેન નં. 22967/68 અમદાવાદ – પ્રયાગરાજ એક્સપ્રેસ
  3. ટ્રેન નં. 19413/14 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ
  4. ટ્રેન નં. 11049/50 અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ
  5. ટ્રેન નં. 22137/38 નાગપુર – અમદાવાદ એક્સપ્રેસ
  6. ટ્રેન નં. 12917/18 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ.

સૌરાષ્ટ્રભરના લોકોને ફાયદો થશે
આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા જણાવ્યું હતું કે, રાજકોટને હજુ પણ વધુ એક્સપ્રેસ ટ્રેનો આગામી દિવસોમાં મળશે અને તે માટે સરકાર દ્વારા આગામી સમયમાં જાહેરાત પણ કરવામાં આવશે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે ત્યારે સૌરાષ્ટ્રભરના મુસાફરોને પટના, કોલકતા અને નાગપુર જેવા મોટા શહેરોમાં જવા માટે કનેક્ટિવિટી મળશે અને તેનો ફાયદો મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરના લોકોને થશે.


Spread the love

Related posts

700થી વધુ વાહનોનો ખડકલો ,વાહનોની 8 KM લાંબી લાઈનો;રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર,મગફળીની સૌથી વધુ 1.10 લાખ ગુણીની આવક

Team News Updates

રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 5 નવેમ્બરથી 150 એક્સ્ટ્રા બસો દોડાવાશે

Team News Updates

23 વર્ષ બાદ ચૂંટણી:રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, કેબિનેટની બેઠક હોવાથી મંત્રી ભાનુબેન મતદાન ન કરી શક્યા

Team News Updates