News Updates
AHMEDABAD

ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા

Spread the love

વરસાદના પગલે સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીમાં 20 હજાર 261 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.

સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીમાં 20 હજાર 261 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. વાસણા બેરેજના (Vasana barrage) 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.

સાબરમતી નદીમાંથી 22,662 ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. જેના કરાણે કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. સાબરમતીનું જળસ્તર 128 ફૂટને પાર પહોંચ્યું છે. રિવરફ્રન્ટ પરના વોક વેને અસર નહીં થવાનો તંત્રનો દાવો છે. તો રિવરફ્રન્ટ પર ક્રૂઝ સહિતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં કાયાકિંગની બોટને બહાર કાઢી લેવાઇ છે.


Spread the love

Related posts

નબળા વિદ્યાર્થીઓને નહી રહે બોર્ડની પરીક્ષાનો ડર, વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા અમદાવાદ ગ્રામ્ય DEOએ શરુ કર્યો નવતર પ્રયોગ

Team News Updates

તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત’!:અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ કાલ સુધીમાં વાવાઝોડામાં ફેરવાશે, 170 કિમીની ઝડપે પવન ફૂંકાશે, સુરતના 42 ગામો એલર્ટ, કંટ્રોલરૂમ શરૂ

Team News Updates

વરસાદી પાણીના કારણે 50થી વધુ વાહનોની નંબર પ્લેટ નીકળી, સ્થાનિકે એકત્ર કરી લોકોને લઈ જવા અપીલ કરી

Team News Updates