News Updates
AHMEDABAD

અમદાવાદીઓ પિત્ઝા જોઈને ખાજો!:બોપલ બાદ એલિસબ્રિજમાં લાપિનોઝ સેન્ટરમાં બોક્સ ખોલતાં જ પિત્ઝામાંથી 10થી 15 જીવડા નીકળ્યા, સ્ટાફે ભૂલ સ્વીકારી માફી માગી

Spread the love

અમદાવાદીઓ તમે બ્રાન્ડેડ પિત્ઝા ખાવા માટે જાઓ છો તો બે વખત તપાસ કરી લેજો કારણ કે, હવે આ બ્રાન્ડેડ પિઝામાં પણ જીવજંતુઓ નીકળે છે. શહેરના બોપલ વિસ્તારમાં આપેલા લાપિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બાદ આજે ફરી શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ પાછળ આવેલા લાપિનોઝ પિઝામાં બપોરે એક યુવક તેના અન્ય મિત્રો સાથે પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના નાના જીવડાઓ નીકળ્યા હતા. જેને લઇને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. તો તેઓએ તાત્કાલિક પિત્ઝા પાછો લઈ લીધો હતો અને તેઓથી ભૂલ થઈ ગઈ હતી તેવું સ્વીકાર્યું હતું. આ મામલે તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સ્ટાફ દ્વારા તેઓને રિફંડ આપવાની વાત કરવામાં આવી હતી.

પિત્ઝામાંથી નાના નાના 10થી 15 જીવડા નીકળ્યા
વૃશાંક ડોબરીયા નામના યુવકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે બપોરે પોતાના પાંચ મિત્રો સાથે એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ પાછળ આવેલા લાપિનોઝ પિત્ઝા સેન્ટરમાં પિત્ઝા ખાવા માટે ગયો હતો. એક લાર્જ પિત્ઝા અને એક સ્મોલ પિઝા મંગાવવામાં આવ્યો હતો. જ્યારે બંને પિઝા આવ્યા અને બોક્સ ખોલ્યું તો સ્મોલ પિત્ઝામાંથી નાના નાના 10થી 15 જીવડા નીકળતા જોવા મળ્યા હતા. જે જોઇ અમે ચોંકી ઉઠ્યા હતા. પિત્ઝામાંથી જીવડા નીકળતા જ ત્યાંના સ્ટાફને અમે જાણ કરી હતી. તેઓએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને પિત્ઝા પાછો લઈ લીધો હતો. તેમણે અમને રિફંડ આપવાની વાત કરી હતી. પરંતુ આ મામલે પોલીસ અને કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હતી. જેથી પોલીસ આવી હતી.

આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે અનેક સવાલો
અમદાવાદ શેહરમાં અનેક હોટલ અને રેસ્ટોરાંમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી સામે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે, આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પિત્ઝા સેન્ટરોમાં આવરનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. હોટલના રસોડાઓમાં પણ ગંદકી હોય છે છતાં પણ ત્યાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો માત્ર સામાન્ય દંડ લઈ અને કાર્યવાહી કરી હોવાનું બતાવી દે છે. પરંતુ જે રીતે કડક કાર્યવાહી અને ચેકિંગ થવું જોઇએ તે કરવામાં આવતું નથી.


Spread the love

Related posts

સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ આજે 2 વાગ્યાથી જાહેર જનતા માટે બંધ

Team News Updates

શિક્ષણલક્ષી બે યોજનાનો CM હસ્તે પ્રારંભ:ધો. 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને રૂ. 50 હજાર, તો ધો. 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેનારને રૂ.25 હજારની સહાય ચૂકવાશે

Team News Updates

અમદાવાદના બજેટમાં 1461 કરોડનો વધારો:20 કરોડના ખર્ચે કમળની થીમ પર લોટસ ગાર્ડન બનશે, ધાર્મિક સંસ્થાઓમાં પ્રાથમિક સુવિધા માટે 25 કરોડ ફાળવ્યા

Team News Updates