ચાલુ વર્ષે સર્વત્ર સારો વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ઉકાઈ ડેમ ભરાઈ ગયો છે. હાલ ડેમની સપાટી 344.09 ફૂટે પહોંચી ગઈ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાઈ એલર્ટ નજીક ડેમની સપાટી પહોંચી ગઈ હોવાથી તંત્ર સતર્ક થઈ ગયું છે.
ચોમાસાની ચાલુ વર્ષે બદલાયેલી પેટર્ન વચ્ચે પણ તાપી નદીના ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત જિલ્લા માટે આશિર્વાદરૂપ સમાન ઉકાઈ ડેમ 85 ટકાથી વધારે ભરાઈ ગયો છે. હવે ડેમ હાઈ એલર્ટ લેવલની નજીક પહોંચી ગયો છે.
હાઈડ્રો મારફતે પાણી છોડવાનું યથાવત મંગળવારે ડેમમાં પાણીની આવક 39,364 ક્યુસેકની છે. જેની સામે 21, 904 ક્યુસેક પાણી ડેમમાંથી હાઈડ્રો અને કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમની સપાટી 344.09 ફૂટ નજીક પહોંચી ગઈ છે. હાલ ડેમમાંથી વીજ ઉત્પાદન માટેના હાઈડ્રો ટર્બાઈનને ચાલુ રાખવામાં આવ્યાં છે. ઉપરવાસમાં વરસાદ ન પડવાના કારણે રાહત છે. પરંતુ ડેમની સપાટીને લઈને તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.