News Updates
VADODARA

વડોદરાના 200 યુવાનોનું અનોખું કાર્ય:તળાવો સ્વચ્છ રાખવા શહેરના 700 ગણેશ પંડાલમાં ફરી નિર્માલ્ય એકઠું કર્યું, પૂજાપો VMCને આપી ખાતર બનાવાય છે

Spread the love

વડોદરા શહેર ઉત્સવપ્રિય નગરી છે. ત્યારે ગણેશોત્સવને લઈ ધામધૂમથી ઉજવણી હાલમાં ચાલી રહી છે. ત્યારે ભગવાન ગણેશજીને ખાસ અર્પણ કરવામાં આવતો પૂજાપો (નિર્માલ્ય) કોઈ ગેરમાર્ગે ન જાય અને પર્યાવરણને નુકસાન ન કરે માટે છેલ્લા 9 વર્ષથી અનોખું સેવા કાર્ય માંજલપુર કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રોજે રોજ 150થી વધુ સભ્યો અલગ અલગ 20થી વધુ ટીમો બનાવી શહેરના વિવિધ ગણેશ પંડાલમાં જઈ આ પૂજાપો અને અન્ય વસ્તુ લઈ કોર્પોરેશનને સુપ્રત કરે છે અને કોર્પોરેશન તેનું ખાતર બનાવી યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે.

નિર્માલ્યનો ઉપયોગ કરી ખાતર બનાવાય છે
આ અંગે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના મુકેશસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી અમારા દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અમારું નવમું વર્ષ છે. જેમાં તળાવ બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન થકી જે કંઈ ગણેશોત્સવમાં ફૂલ પૂજાપો (નિર્માલ્ય) નીકળે છે તે અમે એકત્રિત કરીને વડોદરા મહાનગરપાલિકાને આપીએ છીએ. આ વેસ્ટનો ઉપયોગ કરી ખાતર બનાવવામાં આવે છે.

200 કાર્યકર્તાઓ મોડી રાત સુધી ફરે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરામાં અમારા 250થી 200 જેટલા કાર્યકર્તાઓ અલગ અલગ વિસ્તારમાં ફરી આ નિર્માલ્ય એકત્રિત કરે છે. આ બાબતને લઈ ઘણા મંડળોનો સાથ સહકાર અને સારો પ્રતિસાદ મળ્યો છે. અમને આ અભિયાનમાં ખૂબ સારી સફળતા મળી રહી છે. અત્યાર સુધીમાં 7 જેટલા ટેમ્પા જેટલું નિર્માલ્ય એકઠું કર્યું છે કે, આ ગણેશોત્સવને શ્રદ્ધાપુર્વક ઉજવે અને નિર્માલ્ય છે તે જ્યાં ત્યાં ન ફેંકે અને અમને આપે જેથી અમે યોગ્ય જગ્યાએ પહોંચતું કરી શકીએ. આ અભિયાન દરમિયાન લગભગ 700 જેટલા મંડળો દ્વારા વડોદરામાં ફરી ફરીને આ પૂજાપો એકત્રિત કરવામાં આવે છે.

યોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે
આ અંગે આજવા રોડ વી.એસ. ગ્રૂપ ગણેશ મંડળના સૌરવ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમારા મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ વર્ષથી ગણેશજીને ચડાવવામાં આવતા ફૂલ અને પૂજાપો સમયસર લઈ જાય છે અને ખૂબ સારી સેવા પૂરી પાડે છે. આ પૂજાપાનો દુરુપયોગ થાય અને કોઈના પગમાં આવે એના કરતાં તેનો સદ્દ ઉપયોગ થાય તે માટે આ યોગ્ય સેવા છે.


Spread the love

Related posts

Vadodara:ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે લીધા ઘાયલ દર્દીના ટાંકા , વડોદરાની SSG હોસ્પિટલ ફરી વિવાદમાં

Team News Updates

RTOના ધક્કમાંથી મુક્તિ મળશે:ગુજરાતભરમાં 1 જુલાઇથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઇને નંબર ફાળવણી શો-રૂમમાંથી થશે, પસંદગીના નંબરનું લિસ્ટ પણ ડીલર્સ બતાવશે

Team News Updates

35 હજારની સાયકલ ચોર લઈ ગયો:વડોદરામાં સાયકલ પાર્ક કરી બાળક ટ્યુશનમાં ગયો, પાછળથી ચોર લઈને ફરાર થતો CCTVમાં કેદ થયો

Team News Updates