News Updates
ENTERTAINMENT

વર્લ્ડ કપ માટે ભારત આવતા પહેલા પાકિસ્તાનની ટીમનું ફોટોશૂટ, PCBએ શેર કરી તસવીરો

Spread the love

ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા પાકિસ્તાનની ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ આવી પહોંચી હતી. ભારત આવવા પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓએ ફોટોશૂટ કરાવ્યું હતું, જેના ફોટો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા. ફોટોમાં કેપ્ટન બાબર આઝમ અને શાહીન આફ્રિદી સહિત તમામ ખેલાડીઓ જોવા મળ્યા હતા. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાત વર્ષ બાદ ભારત આવી પહોંચી હતી. વર્લ્ડ કપમાં આ વર્ષે પાકિસ્તાનની ટીમ વિજેતા બનશે એવો કેપ્ટન બાબર આઝમે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા ભારત આવી પહોંચી હતી. ભારત આવતા પહેલા તેમના ફોટોશૂટના ફોટો વાયરલ થયા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર ફોટો શેર કર્યા હતા, જેમાં તમામ ખેલાડીઓ હાજર હતા.

કેપ્ટન બાબર આઝમ અને વાઈસ કેપ્ટન શાદાબ ખાને અન્ય ખેલાડીઓ સાથે ફોટો પડાવ્યા હતા.

તમામ ખેલાડીઓએ લીલા રંગની કોટી, સફેદ શર્ટ અને ક્રીમ કલરના ટ્રાઉઝરમાં જોવા મળ્યા હતા.

ભારત આવતા પહેલા ખેલાડીઓએ PCB ઓફિશિયલ્સ સાથે પણ મુલાકાત કરી હતી.


Spread the love

Related posts

IND Vs AUS પહેલી વન-ડે:લાબુશેન ખરાબ રીતે આઉટ થયો, અશ્વિનને પહેલી સફળતા

Team News Updates

આવી છે હરભજન સિંહની લવ સ્ટોરી, આ ક્રિકેટરની મદદથી પત્ની ગીતા બસરાને મળી શક્યો

Team News Updates

સિક્રેટ લગ્ન કર્યા હીરામંડીની ‘બિબ્બોજાને’: સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી, સિદ્ધાર્થ સાથે સાત ફેરા ફર્યા સાદાઈથી 400 વર્ષ જૂના મંદિરમાં

Team News Updates