News Updates
ENTERTAINMENT

Asian Games 2023 શૂટિંગમાં ગોલ્ડ, વુશુમાં સિલ્વર મેડલ, એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન

Spread the love

ભારતીય ટુકડીએ એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)ની હાંગઝોઉમાં ભવ્ય શરૂઆત કરી છે. ભારતે તેનો પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારથી જીતનો સિલસિલો ચાલુ રહ્યો છે. જાણો કેટલા મેડલ જીત્યા છે.

2018 એશિયન ગેમ્સમાં, ભારતીય ટુકડીએ 570 સભ્યોની મજબૂત ટુકડીમાંથી 80 મેડલ મેળવીને એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.એશિયન ગેમ્સ 2022માં ભારતને છઠ્ઠો ગોલ્ડ મળ્યો છે. ભારતને આ મેડલ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મળ્યો છે. અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલે આ ગોલ્ડ ભારતને અપાવ્યું છે. ભારતીય ત્રિપુટીએ 1734 પોઈન્ટ બનાવ્યા. ચીનને 1733 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ મળ્યો છે.28 સપ્ટેમ્બરે ભારતે વુશુમાં તેનો પહેલો મેડલ જીત્યો હતો. રોશીબીના દેવીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.

ભારત પાસે કેટલા મેડલ છે?

  • ગોલ્ડ : 6
  • સિલ્વર: 8
  • બ્રોન્ઝ: 10
  • કુલ: 24

ભારતે અત્યાર સુધીમાં કુલ 6 ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યા

24 મેડલ: 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ

1: મેહુલી ઘોષ, આશી ચોકસી અને રમિતા જિંદાલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર

2: અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર

3: બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ-(રોઈંગ): બ્રોન્ઝ

4: મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર

5: રમિતા જિંદાલ- મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ

6: ઐશ્વર્યા તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ

7: આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ

8: પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ – મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ

9: ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ

10: અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ – પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ

11:મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ

12: નેહા ઠાકુર સેલિંગ (ડીંગી – ILCA4 ઇવેન્ટ): સિલ્વર

13: ઇબાદ અલી સેલિંગ (RS:X): બ્રોન્ઝ

14: અશ્વારોહણ ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં(દિવ્યકીર્તિ સિંઘ, હૃદય વિપુલ છેડ અને અનુષ અગ્રવાલા, સુદીપ્તિ હજેલા): ગોલ્ડ

15: સિફ્ટ કૌર સમરા, આશિ ચૌકસી અને માનિની ​​કૌશિક (50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટ): સિલ્વર મેડલ

16: મનુ ભાકર, ઈશા સિંઘ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ): ગોલ્ડ

17: સિફ્ટ કૌર સમરા 50 મીટર રાઇફલ 3 પોઝિશન (મહિલા): ગોલ્ડ મેડલ

18: આશી ચોકસી 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ (મહિલા): બ્રોન્ઝ

19. ભારતીય પુરુષોની સ્કીટ શૂટિંગ ટીમ, અંગદ, ગુરજોત, અનંત: ભારતીય પુરુષોની સ્કીટ શૂટિંગ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો. અંગદ બાજવા, ગુરજોત સિંહ ખંગુરા અને અનંત જીત સિંહ નારુકાની ત્રિપુટીએ કુલ 355 પોઈન્ટ બનાવ્યા અને ફાઇનલમાં ત્રીજું સ્થાન મેળવ્યું. તેને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.

20. સેઇલિંગ ડિંગી ILCA 7 પુરૂષો, વિષ્ણુ સરવન (બ્રોન્ઝ): વિષ્ણુ સરવનને પુરુષોની ડિંગી ILCA 7 માં 34ના નેટ સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

21. મહિલા 25 મીટર પિસ્તોલ, ઈશા સિંહ (સિલ્વર): ઈશા સિંહે શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં 34 સ્કોર બનાવ્યા અને બીજા સ્થાને રહી.

22. શોટગન સ્કીટ, પુરુષ, અનંતજીત સિંહ (સિલ્વર): અનંત નકુરાએ મેન્સ શોટગન સ્કીટમાં સિલ્વર મેડલ જીત્યો. અનંતે 60 પ્રયાસોમાંથી 58 સાચા શોટ કર્યા.

23. રોશિબિના દેવી વુશુ (60 કિગ્રા): સિલ્વર

24: અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલ – પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): ગોલ્ડ


Spread the love

Related posts

BCCI 6 વર્ષ પછી આ મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરશે, WPL પછી થશે શરૂ

Team News Updates

ટીવી સિરિયલની કોપી છે ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’, આ 5 સીન જોઈને તમે પણ માની જશો

Team News Updates

શૂટિંગ દરમિયાન કોઈ હસતું તો સંદીપ વાંગા ગાળો ભાંડતા:’એનિમલ’ ફેમ એક્ટર કેપીએ કહ્યું, ‘દીકરીના જન્મ પછી રણબીર તરત જ સેટ પર પહોંચી ગયો હતો’

Team News Updates