News Updates
GUJARAT

ગાજરની આ સુધારેલી જાતો આપશે વધારે ઉત્પાદન, પુસા સંસ્થાએ ખેડૂતોને આપી સલાહ

Spread the love

જે ખેડૂતો શિયાળાની સિઝનમાં ગાજરનો પાક લેવા માંગતા હોય તેમના માટે પુસા સંસ્થાના નિષ્ણાત ડો. એ.કે. સુરેજાએ સુધારેલી જાતો વિશે વિગતવાર માહિતી આપી છે. ગાજરનું વાવેતર મુખ્યત્વે શિયાળાની ઋતુમાં થાય છે. ખેડૂતોએ ગાજરની વાવણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.

ગાજર (Carrot Farming) પોષણના દૃષ્ટિકોણથી વિટામિન Aનો સમૃદ્ધ સ્ત્રોત છે અને સાથે જ ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે પણ ઉત્તમ સ્ત્રોત છે. જે ખેડૂતોએ શિયાળાની સિઝનમાં ગાજરનો પાક લેવા માંગતા હોય તેમના માટે પુસા સંસ્થાના નિષ્ણાત ડો.એ.કે. સુરેજાએ સુધારેલી જાતો વિશે વિગતવાર માહિતી આપી છે. શિયાળાની ઋતુ હવે આવી રહી છે. ગાજરનું વાવેતર મુખ્યત્વે શિયાળાની ઋતુમાં જ થાય છે. ખેડૂતોએ ગાજરની વાવણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.

ગાજરની સુધારેલી જાતો

પુસા વસુધા: પુસા વસુધા એ ઉષ્ણકટિબંધીય શ્રેણીનો પાક છે. પુસા વસુધા લગભગ 85-90 દિવસના સમયગાળામાં પાકી જાય છે. આ જાત પ્રતિ હેક્ટર 35 ટન ઉપજ આપે છે.

પુસા રૂધિરા: પુસા રૂધિરા એ ઉષ્ણકટિબંધીય શ્રેણીનો પાક છે. પુસા રૂધિરા લગભગ 90 દિવસમાં પાકી જાય છે. આ જાત પ્રતિ હેક્ટર 25-30 ટન ઉત્પાદન આપે છે.

પુસા અશિતા: પુસા અશિતા એ કાળા રંગની જાત છે. ઘાટો જાંબલી રંગ જેને કાળો ગાજર પણ કહેવાય છે. પુસા અશિતા લગભગ 100-110 દિવસના સમયગાળામાં પાકે છે. તેની સરેરાશ ઉપજ 20-25 ટન પ્રતિ હેક્ટર છે.

પુસા કુલ્ફી: પુસા કુલ્ફી એ પીળા રંગની જાત છે. પુસા અશિતા લગભગ 90-00 દિવસના સમયગાળામાં પાકી જાય છે. તેની સરેરાશ ઉપજ 25 ટન પ્રતિ હેક્ટર છે.

ઉષ્ણકટિબંધીય જાત હોવાથી ખેડૂતો તેને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા સુધી ઉત્તર ભારતના મેદાનોમાં વાવી શકે છે.

પુસા નેનટીસ અને પુસા જમદગ્નિ: આ બંને જાતો પુસા નેનટીસ અને પુસા જમદગ્નિ સમશીતોષ્ણ શ્રેણીના પાક છે. પુસા નેનટીસ અને પુસા જમદગ્નિ લગભગ 100-110 દિવસના સમયગાળામાં પાકે છે. આ બંને જાતો પ્રતિ હેક્ટર 10-12 ટનના દરે ઉત્પાદન આપે છે.

પુસા નયનજ્યોતિ: પુસા નયનજ્યોતિ પણ સમશીતોષ્ણ પાક છે. પુસા નયનજ્યોતિ એક સંકર પાકની જાત છે. તે લગભગ 100 દિવસની અંદર પાકી જાય છે. આ જાત પ્રતિ હેક્ટર 20 ટન ઉપજ આપે છે.


Spread the love

Related posts

સ્ટ્રોબેરી તમને વજન ઘટાડવામાં મદદ કરશે! જાણો તેને ખાવાની સાચી રીત

Team News Updates

ACમાં બ્લાસ્ટ સાથે આગ ભભૂકી મધરાતે :GNLUના મહિલા પ્રોફેસરની વૃદ્ધ માતાનું ગૂંગળામણથી મોત,ગાંધીનગરના સરગાસણનાં ફ્લેટમાં ભીષણ આગથી અફરાતફરી મચી

Team News Updates

વેરાવળ શહેરમાં બનતા ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડની માંગ માટે લાંબી કાગળની કાયૅવાહી બાદ સુખદ નિરાકરણ

Team News Updates