News Updates
INTERNATIONAL

યલો સમુદ્રમાં ચીનની પરમાણુ સબમરીનમાં અકસ્માત, 55 ચાઈનીઝ નેવી સાથે સંકળાયેલા સૈનિકોના મોત!

Spread the love

ચીનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યલો સમુદ્રમાં ચીનની ન્યુક્લિયર સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. આ અકસ્માતમાં 55 લોકોના મોતની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સબમરીન બ્રિટિશ જહાજોને ફસાવવા માંગતી હતી, પરંતુ તે પોતે જ દુર્ઘટનાનો શિકાર બની હતી. યુકેના ગુપ્ત અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે.

એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યલો સમુદ્રમાં ચીનની ન્યુક્લિયર સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઈ હોય એવું કહેવામાં આવી રહ્યું છે. યુકેના એક ગ્રુપ્ત અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે કે સબમરીન બ્રિટિશ જહાજોને પોતાની જાળમાં ફસાવવા માંગતી હતી પણ પોતે જ દુર્ઘટનાનો શિકાર બની ગઈ હતી. જણાવી દઈ કે આ અકસ્માતમાં 55 લોકોના મોતની આશંકા છે.

ઓક્સિજન સિસ્ટમમાં ખામીને કારણે સબમરીન દુર્ઘટનાનો શિકાર બની

રિપોર્ટ મુજબ ઓક્સિજન સિસ્ટમમાં ખામીને કારણે સબમરીન દુર્ઘટનાનો શિકાર બની હતી. માર્યા ગયેલાઓમાં સબમરીન 093-417ના કેપ્ટન અને 21 અધિકારીઓ પણ સામેલ છે. જો કે ચીને સત્તાવાર રીતે આ ઘટનાને નકારી કાઢી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને આંતરરાષ્ટ્રીય મદદ લેવાનો પણ ઈનકાર કરી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટના 21 ઓગસ્ટના રોજ થઈ હતી.

અકસ્માતમાં 55 સૈનિકોના મોત

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે 8.12 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં 55 સૈનિકોના મોત થયા હતા. જેમાં 22 અધિકારીઓ, 7 ઓફિસર કેડેટ્સ, 9 જુનિયર ઓફિસર અને 17 સૈનિકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં કેપ્ટન કર્નલ ઝુ યોંગ-પેંગ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે ચીન આ ઘટના પર અત્યાર સુધી મૌન છે. અત્યાર સુધી તેણે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તમને જણાવી દઈએ કે યુકેનો આ રિપોર્ટ ડિફેન્સ ઈન્ટેલિજન્સ પર આધારિત છે.


Spread the love

Related posts

અનોખો શોખ:USમાં ડેન્ટિસ્ટ પાસે 2000થી વધુ ટૂથપેસ્ટનું કલેક્શન…

Team News Updates

એસ્કેલેટર તૂટી પડતા અધવચ્ચે ફસાયો યુવક, વીડિયો જોયા પછી તમને Goosebumps આવી જશે

Team News Updates

પાકિસ્તાને કહ્યું- પાડોશી દેશો પ્રત્યે ભારતનું આક્રમક વલણ:પશ્ચિમી દેશોના પ્રિય છે; કહ્યું- અમને ઓછું માન આપે છે

Team News Updates