News Updates
ENTERTAINMENT

Asian Gamesમાં ભારતે લખી સફળતાની નવી ગાથા, PM મોદીએ કહ્યું ‘ગર્વની ક્ષણ’

Spread the love

એશિયન ગેમ્સ (Asian Games)ના ઈતિહાસમાં ભારતે પોતાની સફળતાનો નવો અધ્યાય લખ્યો છે. ભારતે અત્યાર સુધીમાં 74 મેડલ જીત્યા છે. જેમાં 16 ગોલ્ડ, 27 સિલ્વર અને 31 બ્રોન્ઝ સામેલ છે. પીએમ મોદીએ કહ્યું કે દરેક મેડલ સખત મહેનત દર્શાવે છે. આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ એશિયન ગેમ્સમાં ભારતના શાનદાર પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, એશિયન ગેમ્સમાં ભારતનું આ અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન છે. દેશ માટે આ એક ગર્વની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દરેક મેડલ પાછળ મહેનત છે. આ આખા દેશ માટે ગર્વની ક્ષણ છે.અમે તમામ એથ્લેટિક્સને અભિનંદન પાઠવીએ છીએ.

જકાર્તામાં 16 ગોલ્ડ મેડલની સાથે 70 મેડલ જીત્યા

તમને જણાવી દઈએ કે, ભારતે એશિયાઈ રમતના ઈતિહાસમાં પોતાની સફળતાની નવી શરુઆત કરી છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 16 ગોલ્ડ મેડલ, 27 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ સામેલ છે. 2018એશિયન ગેમ્સ જકાર્તામાં 16 ગોલ્ડ મેડલની સાથે 70 મેડલ જીત્યા હતા. ભારતે તીરંદાજીની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં 16મો ગોલ્ડ મેડલ જીત્યો. આ ઈવેન્ટમાં તેણે દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું.

જો રેન્કિંગની વાત કરવામાં આવે તો ભારત મેડલ ટેલીમાં ચોથા નંબર પર છે. મેડલ ટેલીમાં પહેલા સ્થાને પર યજમાન દેશ ચીન છે. ચીને કુલ 304 મેડલ જીત્યા છે. જેમાં 166 ગોલ્ડ મેડલ, 91 સિલ્વર મેડલ, 47 બ્રોન્ઝ મેડલ સામેલ છે. જાપાન 135 મેડલ (34 ગોલ્ડ, 49 સિલ્વર અને 52 બ્રોન્ઝ) સાથે બીજા સ્થાને છે. રિપબ્લિક ઓફ કોરિયા 142 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. તેણે 32 ગોલ્ડ, 44 સિલ્વર અને 66 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.


Spread the love

Related posts

બચ્ચન સાહેબ અને અનુષ્કાને ખોટી હોંશિયારી ભારે પડી!:હેલ્મેટ વિના બાઇક પર ફરવા બદલ મુંબઈ પોલીસે તાત્કાલિક એક્શન લેવા આપ્યા આદેશ, યુઝર્સે યાદ કરાવ્યા ટ્રાફિકના નિયમો

Team News Updates

‘KBC-16’નું શૂટિંગ શરૂ કર્યું અમિતાભે :100 એપિસોડ શૂટ થશે, આખી ટીમ નવા સેટ પર શિફ્ટ, 12 ઓગસ્ટેપ્રીમિયર થશે

Team News Updates

IPL 2024 :દિનેશ કાર્તિક બન્યો ‘હમદર્દ’ વિરાટના ખરાબ સમયમાં ,કોહલીએ કહ્યું- ‘DK’એ કેવી રીતે કરી તેની મદદ 

Team News Updates