એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક્ટર રણબીર કૂપરને (Ranbir Kapoor) સમન્સ પાઠવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટરને આ નોટિસ ઓનલાઈન ગેમિંગ કેસમાં મળી છે. ઓનલાઈન ગેમિંગ કેસમાં એક્ટર રણબીર કપૂરને આ સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. ઈડીએ રણબીર કપૂરને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણબીર સિવાય અન્ય કેટલાક કલાકારોના નામ પણ તેમાં સામે આવી શકે છે.
બોલિવુડ એક્ટર રણબીર કપૂરને (Ranbir Kapoor) ઈડીની નોટિસ મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટરને આ નોટિસ ઓનલાઈન ગેમિંગ કેસમાં મળી છે. તેને 6 ઓક્ટોબરે ઈડી ઓફિસમાં હાજર થવા માટે આ સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણબીર સિવાય અન્ય કેટલાક કલાકારોના અને સિંગર્સના નામ પણ તેમાં સામે આવી શકે છે. રણબીરે મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં હાજરી આપી હતી. હવાલા દ્વારા તેના પર કલાકારોને પૈસા આપવાનો આરોપ છે. આ કેસમાં ઈડી રણબીરની 6 ઓક્ટોબરે પૂછપરછ કરશે.