News Updates
ENTERTAINMENT

Cricket:ટળવળીયા વિકેટ માટે ટીમ ઈન્ડિયાના બોલર્સ:બુમરાહે 2024માં 50મી વિકેટ ઝડપી, લાબુશેન અને મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયાની ઇનિંગને સંભાળી

Spread the love

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચની પહેલી ઇનિંગમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જવાબમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન મેકસ્વીની અને માર્નસ લાબુશેન ક્રિઝ પર છે. ઓપનર ઉસ્માન ખ્વાજા (13 રન) જસપ્રીત બુમરાહની બોલિંગમાં રોહિત શર્માના કેચ આઉટ થયો હતો.

એડિલેડમાં રમાઈ રહેલી મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલ મેચના પ્રથમ બોલ પર આઉટ થયો હતો. તેની સાથે ઓપનિંગ કરવા આવેલા કેએલ રાહુલ (37 રન)એ શુભમન ગિલ (31 રન) સાથે ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરીને દાવને સંભાળ્યો હતો.

પરંતુ મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી 7 રન બનાવીને, રિષભ પંત 21 રન બનાવીને અને કેપ્ટન રોહિત શર્મા 3 રન બનાવીને આઉટ થયા હતા. નીતિશ રેડ્ડી સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને 22 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી. જ્યારે પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડને 2-2 વિકેટ મળી હતી.

ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.


Spread the love

Related posts

IPL 2024ના એક મહિના પહેલા આ ટીમનું હોમ ગ્રાઉન્ડ સીલ, અહીં રમાવાની હતી 3 મેચ

Team News Updates

પર્લ જેલમાં આત્મહત્યા કરવા માંગતો હતો:બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તે ડિપ્રેશનથી પણ પીડાતો હતો, માતા અને મિત્રોએ તેની સંભાળ લીધી હતી

Team News Updates

જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ:BCCI સેક્રેટરી શાહે કહ્યું- ટૂંક સમયમાં ભારતીય ટીમમાં કમબેક કરશે; વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર થશે

Team News Updates