ભારતના રેલવે મંત્રીએ હાલમાં જ વંદે ભારતના 14 મિનિટના સફાઈ અભિયાનની જાહેરાત કરી હતી. ભારતીય રેલવે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રગતિ કરી રહ્યું છે. હવે ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સ્લીપર વર્ઝનમાં જોવા મળશે. જુઓ તેની પહેલી ઝલક.
આ સેમીહાઈસ્પીડ ટ્રેનનું ઈન્ટીરિયર ફાઈવ સ્ટાર હોટેલ જેવુ હશે. ટ્રેનની લાઈટ, સીડી અને સ્લીપર કોચ હોટલ જેવી સુવિધાનો અહેસાસ કરાવશે. તેનાથી યાત્રાનો આનંદ ડબલ થશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં લગભગ 20 થી 22 કોચ હશે. કુલ 858 સીટમાંથી 34 સીટ સ્ટાફ માટે રિઝર્વ હશે. જ્યારે 823 સીટ યાત્રીઓ માટે ઓપન રહેશે.
ટ્રેનના પ્રત્યેક કોચમાં મિની પેન્ટ્રીની વ્યવસ્થા પણ હશે. ત્યાંથી જ ટ્રેનમાં યાત્રા કરી રહેલા યાત્રીને ફૂડ આપવામાં આવશે.
વંદે ભારત સ્લીપર કોચ ટ્રેનની શરુઆત માટે કોઈ આધિકારિક જાહેરાત થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2024ના જાન્યુઆરી-ફેબ્રુઆરમાં આ ટ્રેનનું ટ્રાયલ શરુ થશે. જ્યારે એપ્રિલ 2024માં વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન શરુ થશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં દિવ્યાંગ યાત્રીઓ માટે રેમ્પ અને વ્હીલચેરની વ્યવસ્થા પણ હશે.