News Updates
GUJARAT

મિલકત માટે 6 લગ્ન, 200 કરોડ પર હતી નજર, લુંટેરી દુલ્હનની વાત સાંભળીને ભમી જશે મગજ

Spread the love

ગાઝિયાબાદમાં રૂપિયા 200 કરોડની મિલકત હડપી લેવા માટે એક ઠગની ટોળકીએ યોજના બનાવી હતી. જેમાં કેન્સર પીડિત મહિલામા મંદબુદ્ધિ પુત્ર સાથે એક છોકરીના લગ્ન કરાવ્યા અને મહિલાનું મૃત્યુ થતાં જ તેની મિલકત પર કબજો મેળવ્યો હતો.

ગાઝિયાબાદ પોલીસે એક એવી ગેંગનો ખુલાસો કર્યો છે કે જેમાં છોકરીઓ કરોડપતિ ઘરમાં નોકરની જેમ કામ કરતી હોય, અને મિલકત હડપ કરવા માટે તેની પરિવારના મંદબુદ્ધિ કે દિવ્યાંગ અથવા વધારે ઉંમર ધરાવતા છોકરાઓ સાથે લગ્ન કરે છે. આવો એક કિસ્સો યુપીના ગાઝિયાબાદના મુરાદનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક ગેંગે એક મહિલાની 200 કરોડથી વધુની સંપત્તિ હડપ કરવાનો પ્લાન બનાવ્યો છે અને ગેંગની એક મહિલા કરોડપતિ પરિવારમાં નોકરાણી તરીકે કામ કરવા લાગી હતી.

આ રીતે થયો હતો આખો પ્લાન

એ છોકરીએ જે રીતે પ્લાન ઘડાયો હતો તે મુજબ માલિકના મંદબુદ્ધિ છોકરા સાથે લગ્ન કરી લીધા. જ્યારે તે કોલેજના ઓનરનું કેન્સરથી મૃત્યુ થઈ ગયું ત્યારે તે આખી પ્રોપર્ટી પર હક જતાવવા લાગી હતી. પણ મૃત્યુ પહેલા તેને પોતાની બધી મિલકત તેના છોકરાના નામે કરી દીધી હતી. હાલમાં પુત્રીની ફરિયાદના આધારે પોલીસે આ ગેંગના સભ્યની ધરપકડ કરી છે જે વચેટિયા તરીકે કામ કરતો હતો અને આવા ઘરોમાં મહિલાઓને પ્રવેશ અપાવતો હતો.

સુધા સિંહની છોકરીના લગ્ન થઈ ગયા હતા

મળતી માહિતી મુજબ મુરાદનગરમાં યુનિક ગૃપની કોલેજ આવેલી છે, જેની પૂર્વ કુલપતિ સુધા સિંહ હતી. હવે બન્યું અવું કે સુધા સિંહનું 7 ઓગસ્ટ 2023ના રોજ મૃત્યુ થઈ ગયું હતું. સુધા સિંહને એક છોકરો છે, તેનું નામ શિવમ સિંહ છે જે લગભગ 50% થી વધારે મંદબુદ્ધિ છે. સુધા સિંહની છોકરીના લગ્ન પણ થઈ ગયા છે. જાણકારી મુજબ સુધા સિંહના મકાનમાં ફેબ્રુઆરી 2023એ પ્રીતિ નામની છોકરીને નોકરાણીના કામમાં રાખવામાં આવી હતી. આ નોકરાણી બનીને આવીને ઘરના બધાનો વિશ્વાસ જીતી લીધો.

પ્રીતિ શિવમના થઈ ગયા લગ્ન

સમય જતાં પ્રીતિ શિવમનું વધુ ધ્યાન રાખવા લાગી હતી અને આની વાત લગ્ન સુધી પહોંચી હતી. સુધા સિંહ જ્યારે બિમાર પડી ત્યારે તે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તે સમયે આ દુષ્ટ મહિલાએ એક તસવીર લીધી જેમાં પ્રીતિ-શિવમ ગળામાં માળા પહેરીને સુધા સિંહ પાસેથી આશીર્વાદ લઈ રહ્યા હતા. કેમ કે કોલેજના સુધા સિંહ કેન્સરના છેલ્લા સ્ટેજ પર હતા તો પ્રીતિ નો વિરોધના કરી શકી કે ના તો કે તેના છોકરાને કંઈ સમજાવી શકી.

સુધાના મૃત્યુ પછી પ્રીતિએ મિલકત પર કર્યો કબજો

પોલીસે જ્યારે ધરપકડ કરી ત્યારે આરોપી સચિનની પૂછપરછ કરી તો સચિને જણાવ્યું કે, તેની ગેંગ સુધા સિંહના મૃત્યુની રાહ જોઈ રહી હતી અને સુધા સિંહનું કેન્સરથી મૃત્યુ થયા બાદ તરત જ ગેંગના વધુ બે સભ્યોએ મહિલાઓને પોતાની કસ્ટડીમાં લઈ લીધી. તેમાંથી એક ગાઝિયાબાદના નૂરપુર ગામનો છે અને બીજો દક્ષિણ પશ્ચિમ દિલ્હીનો છે. જેનું નામ પ્રવેશ અને નીલમ છે. જેમાં પ્રીતિએ નીલમને તેની માસીની દીકરી હોવાનું બતાવ્યું હતું.

આ રીતે પ્રીતિએ આખા ઘરનો વિશ્વાસ જીતીને સંપૂર્ણ કબજો મેળવી લીધો હતો. પરંતુ ત્યારબાદ મૃતક સુધા સિંહની પુત્રીએ પ્રીતિને તેની માતાના મૃત્યુનું કારણ આપીને ઘર છોડવા કહ્યું. પ્રીતિએ વિકલાંગ શિવમની જવાબદારી સુધા સિંહની પુત્રી આકાંક્ષાને આપી દીધી.મૃત્યુ પહેલા સુધા સિંહે તેમની તમામ મિલકત તેમની પુત્રીને આપી દીધી હતી. પુત્રીએ તેની ફરિયાદ પોલીસમાં કરી દીધી હતી. પોલીસ ફરિયાદની જાણ થતાં જ પ્રીતિ તેની બે મહિલા સભ્યો સાથે ત્યાંથી ભાગી ગઈ હતી.

બે કોલેજો અને સંકુલ

મૃતક સુધા સિંહને પોતાની બે કોલેજ અને કોમ્પ્લેક્સ છે, જે ગાઝિયાબાદમાં છે. આમાંથી એક કોલેજ ગાઝિયાબાદમાં મસૂરી ગંગા કેનાલ ઉપર 30 વીઘાથી વધારે જમીન પર બનેલી છે, જ્યારે બીજી કોલેજ અને સંકુલ મોદીનગર શહેરમાં રાજ ચોપરાના મુખ્ય સ્થાનની આસપાસ બનેલી છે. આ મિલકતની કિંમત લગભગ 200 કરોડ રૂપિયાની આજુબાજુ છે. આરોપીઓ આ સમગ્ર મિલકત પચાવી પાડવાના પ્રયાસમાં હતા.

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ઘરમાં નોકરાણી તરીકે આવેલી પ્રીતિના 6 વાર તો લગ્ન થઈ ગયા છે. જેમાંથી પ્રીતિએ હરિયાણા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 6 લગ્ન અને ગાઝિયાબાદમાં એક વધુ લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અત્યારે પોલીસને અત્યાર સુધીમાં ફરાર નોકરાણીના ત્રણ લગ્નના દસ્તાવેજો મળ્યા છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પ્રીતિએ જ્યાં પણ લગ્ન કર્યાં હતાં ત્યાં તેના સાસરિયાંઓ સામે દહેજ ઉત્પીડન અને રેપ વગેરે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.


Spread the love

Related posts

ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જોડવામાં આવશે, અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ શરૂ થશે

Team News Updates

વિશ્વ રેકોર્ડ તરફ પ્રયાણ જામનગરમાં દગડુંશેઠ ગણેશ મહોત્સવમાં 551 મીટરની ગણપતિજીની હાલારી પાઘડી અને 11,111 લાડુ 

Team News Updates

GUJARAT:કમોસમી વરસાદની આગાહી,ગુજરાતમાં આંબા પર કેરીના પાકને નુકસાનક;ખેડૂતોની ચિંતા વધી

Team News Updates