News Updates
NATIONAL

વામપંથી ઉગ્રવાદ પર આજે અમિત શાહની મોટી બેઠક, 10 રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન બેઠકમાં થશે સામેલ

Spread the love

એક નિશ્ચિત સમય પર યોજાનારી ગૃહ મંત્રાલયની આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત રાજ્યોમાં વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરીને ઉગ્રવાદને પૂર્ણ રીતે ખત્મ કરવાનો છે. ગૃહ મંત્રાલયે વામપંથી ઉગ્રવાદના જોખમ સામે લડવા માટે વર્ષ 2015થી એક ‘રાષ્ટ્રીય નીતિ અને કાર્ય યોજના’ પર કામ કરી રહ્યા છે.

આજે સવારે 11 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) વામપંથી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રહેલા 10 રાજ્ય બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને કેરળના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન અથવા તેમના પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, CRPFના ટોચના અધિકારી, કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારી પણ સામેલ થશે.

એક નિશ્ચિત સમય પર યોજાનારી ગૃહ મંત્રાલયની આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત રાજ્યોમાં વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરીને ઉગ્રવાદને પૂર્ણ રીતે ખત્મ કરવાનો છે. ગૃહ મંત્રાલયે વામપંથી ઉગ્રવાદના જોખમ સામે લડવા માટે વર્ષ 2015થી એક ‘રાષ્ટ્રીય નીતિ અને કાર્ય યોજના’ પર કામ કરી રહ્યા છે. જેની હેઠળ જ હિંસા સામે ઝીરો ટોલરન્સ નીતિની વાત કહેવામાં આવી છે. તેની સાથે જ વિકાસલક્ષી ગતિવિધિઓ પર ભાર મુકવામાં આવે, જેથી તેનો ફાયદો પ્રભાવિત વિસ્તારના ગરીબ અને કમજોર લોકો સુધી પહોંચી શકે.

શું છે કેન્દ્રનો પ્લાન?

ઘણા દાયકાઓથી વામપંથી ઉગ્રવાદ એક મોટો પડકાર રહ્યો છે. આમ તો આ મુદ્દો રાજ્યનો છે પણ કેન્દ્ર સરકાર તેને તમામ રાજ્યો સાથે મળીને સામનો કરવાનો નિર્ણય કર્યો છે. આ સંઘર્ષમાં વર્ષ 2015માં ગૃહ મંત્રાલયે એક રાષ્ટ્રીય નીતિ કાર્ય યોજના શરૂ કરી હતી, ત્યારબાદ સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે. વિકાસ કાર્યો પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ નીતિ હેઠળ ગૃહ મંત્રાલય CAPF બટાલિયનોની તૈનાતી, હેલીકોપ્ટર અને યૂએવી અને IRB (ઈન્ડિયા રિઝર્વ બટાલિયન) અને SIRB (સ્પેશિયલ ઈન્ડિયા રિઝર્વ બટાલિયન) જેવી સુવિધાઓ આપીને રાજ્ય સરકારોની મદદ કરી રહ્યું છે.

કેન્દ્ર સરકાર રાજ્યોને કરે છે ખુબ જ મદદ

કેન્દ્ર સરકાર વામપંથી ઉગ્રવાદ સામે લડવા માટે રાજ્યોને ખુબ જ મદદ કરવામાં આવે છે. જેમ કે રાજ્ય પોલીસને મોર્ડન કરવી, પોલીસ દળને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવી, સુરક્ષા સંબંધિત થતા ખર્ચ માટે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડ પૂરૂ પાડવું. ઘણા મહત્વપૂર્ણ પહેલમાં 17,600 કિલોમીટર રસ્તા બનાવવા માટે મંજૂરી આપવી, પ્રભાવિત રાજ્યોમાં દુરના વિસ્તારોમાં કનેક્ટિવિટ વધારવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે, બેન્ક, એટીએમ અને અન્ય જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે.


Spread the love

Related posts

Chandrayaan 3: ખાવાથી લઈને સૂવા સુધી…શું તમને ખબર છે કે ચંદ્ર પર કેવી હોય છે વૈજ્ઞાનિકોની લાઈફસ્ટાઈલ?

Team News Updates

આ બાબા 40 વર્ષથી છે અડિખમ માત્ર ફળ પર, 48 વાર બાબા વૈધ્યનાથ પર પાણીનો અભિષેક કરવા ખેડે છે સફર

Team News Updates

સીએમ ભૂપેન્દ્ર પટેલની 16માં ફાયનાન્સ કમિશનને રજૂઆત,ગુજરાતની વિશિષ્ટ સ્થિતિને ધ્યાને લઈને વઘુ નાણાં ફાળવવા

Team News Updates