News Updates
AHMEDABAD

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની બોગસ ટિકિટ ઝડપાઈ, ટિકિટનું વેચાણ થાય તે પહેલા જ ક્રાઈમબ્રાન્ચે કર્યો પર્દાફાશ, જુઓ

Spread the love

ભારત-પાકિસ્તાન મેચ (India-Pakistan Match) પહેલા નકલી ટિકિટનો (Fake ticket) જથ્થો ઝડપાયો છે. જેમાં બનાવટી ટિકિટો સાથે ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે 150થી વધુ બનાવટી ટિકિટો જપ્ત કરી છે. સારી ક્વોલિટીની પ્રિન્ટિંગવાળી ટિકિટ ઝડપી છે. તેમાં ગેરકાયદે ટિકિટો બ્લેકમાં વેચાય તે પહેલા જ પકડાઈ છે.

પહેલા નકલી ટિકિટનો (Fake ticket) જથ્થો ઝડપાયો છે. જેમાં બનાવટી ટિકિટો સાથે ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે 150થી વધુ બનાવટી ટિકિટો જપ્ત કરી છે. સારી ક્વોલિટીની પ્રિન્ટિંગવાળી ટિકિટ ઝડપી છે. તેમાં ગેરકાયદે ટિકિટો બ્લેકમાં વેચાય તે પહેલા જ પકડાઈ છે.

અમદાવાદના બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન મેચની 108 ડુપ્લીકેટ ટિકિટો, ટિકિટ પ્રિન્ટ કરેલ 25 પેજ કબજે કર્યા હતા. 1 પેજ પર 3 ટિકિટની કલર પ્રિન્ટ બનાવી હતી. રૂપિયા 2000ના દરની બોગસ ટિકિટો બનાવી હતી. ટિકિટ વેચાય તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે કરી ઝડપી પાડી છે.

14 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ભારત-પાકિસ્તાનની મેચ જોવાની ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સુકતા છે. જો કે તેમને ઓનલાઇન ટિકિટો મળી નથી રહી. તો બીજી તરફ ઓનલાઇન ટિકિટ ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ક્રિષ્ના ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી દુકાનમાં પણ આ પ્રકારની કામગીરી ચાલી રહી હતી.આ બાબતની જાણકારી ક્રાઇમ બ્રાંચને પ્રાપ્ત થઇ હતી.

અત્યાર સુધી આ પ્રકારના અનેક કેસ સામે આવ્યા છે. જેમાં ઓનલાઈન કે ઓફલાઈન આ પ્રકારની ટિકિટ બનાવવામાં આવતી હતી. ત્યારે ભારત-પાકિસ્તાનની મેચ કોઇપણ ભોગે જોવા માગતા ક્રિકેટ રસિયાઓને આવા અપરાધીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા હતા.ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા દરોડાની કામગીરી કરીને ગુનો અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.


Spread the love

Related posts

 હેવાનિયતનો શિકાર બની ધો.10ની વિદ્યાર્થિની:તપાસમાં 4 મહિનાનો ગર્ભ નિકળ્યો,પેટમાં દુખાવો થતા પરિવાર હોસ્પિટલ લઈ ગયો,અમદાવાદમાં બે મિત્રએ દુષ્કર્મ આચર્યું

Team News Updates

‘ભ્રષ્ટ લોકોએ ઉપજાવેલું આ ષડયંત્ર’:ફોરેસ્ટ કર્મચારી અને ખેડૂતો વચ્ચે રાજીખુશીથી સમાધાન થઈ ગયા બાદ ચૈતરભાઈને ફસાવવામાં આવી રહ્યા છે: ઈસુદાન ગઢવી

Team News Updates

દુબઈથી સોનાની દાણચોરી કરતી ગેંગ ઝડપાઈ, જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત 4ની ધરપકડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત

Team News Updates