ઇક્વિટી ફંડ્સમાં પણ લાર્જ કેપ ફંડ્સને સલામત ગણવામાં આવે છે. જે બજારની વધઘટને ટકી રહેવાની વધુ સારી ક્ષમતા ધરાવે છે. જો તમે પણ એવા રોકાણકાર છો કે જેઓ વધારે જોખમ લેવા માગતા નથી, તો તમે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી શકો છો. લાર્જકેપ ફંડ્સનું પાછલું વળતર દર્શાવે છે કે આ ફંડ્સ લાંબા ગાળે સંપત્તિ સર્જકો કેવી રીતે સાબિત થઈ શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇક્વિટીમાં રોકાણ (Investment) કરવાનું વલણ સતત વધી રહ્યું છે. જો કે જે રોકાણકારો ઇક્વિટીમાં સીધા નાણાંનું રોકાણ કરવાનું જોખમ લેવા માગતા નથી, તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ વધુ સારો વિકલ્પ છે. તેમાં તમારો પોર્ટફોલિયો ફંડ મેનેજરની દેખરેખ હેઠળ સારી રીતે વિવિધતા સભર બને છે.
ઇક્વિટી ફંડ્સમાં પણ લાર્જ કેપ ફંડ્સને સલામત ગણવામાં આવે છે. જે બજારની વધઘટને ટકી રહેવાની વધુ સારી ક્ષમતા ધરાવે છે. જો તમે પણ એવા રોકાણકાર છો કે જેઓ વધારે જોખમ લેવા માગતા નથી, તો તમે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી શકો છો. લાર્જકેપ ફંડ્સનું પાછલું વળતર દર્શાવે છે કે આ ફંડ્સ લાંબા ગાળે સંપત્તિ સર્જકો કેવી રીતે સાબિત થઈ શકે છે.
લાર્જ-કેપ ફંડ્સ શું છે?
લાર્જ-કેપ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડ્સની તે શ્રેણી છે, જે મોટી માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. તેમાં સામાન્ય રીતે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ટોચની 100 કંપનીઓનો સમાવેશ થાય છે. જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), TCS, HUL, SBI, ITC, HDFC બેંક, ICICI બેંક. આ મોટી અને મજબૂત કંપનીઓ બજારના પડકારોનો સામનો કરવાની વધુ ક્ષમતા ધરાવે છે અને સારો ટ્રેક રેકોર્ડ પણ ધરાવે છે. લાર્જ-કેપ ફંડ્સમાં લાંબા ગાળા માટે સતત વધુ સારું વળતર આપવાની ક્ષમતા હોય છે અને તે અન્ય ઇક્વિટી ફંડ્સ કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
લાર્જ કેપ ફંડ્સ 1 વર્ષમાં 18% થી 36% વળતર આપ્યુ છે
BHARAT 22 ETF
BHARAT 22 ETFએ એક વર્ષમાં 36 ટકા રિટર્ન આપ્યુ છે. તેમાં ઓછામાં ઓછા 5 હજાર રુપિયાથી રોકાણ કરી શકાય છે. તો તેનો એક્સપેન્સ રેસિયો 0.05 ટકા છે. આ આંકડા 30 જૂન 2023 સુધીના છે.
Nippon India
Nippon India એ એક વર્ષમાં 22.50 ટકા રિટર્ન આપ્યુ છે. તેમાં ઓછામાં ઓછા 100 રુપિયાથી રોકાણ કરી શકાય છે. તો તેનો એક્સપેન્સ રેસિયો 0.94 ટકા છે. આ આંકડા 30 જૂન 2023 સુધીના છે.
HDFC Top 100 Fund
HDFC Top 100 Fund એ એક વર્ષમાં 19.25 ટકા રિટર્ન આપ્યુ છે. તેમાં ઓછામાં ઓછા 100 રુપિયાથી રોકાણ કરી શકાય છે. તો તેનો એક્સપેન્સ રેસિયો 1.12 ટકા છે. આ આંકડા 30 જૂન 2023 સુધીના છે.
Edelweiss Large Cap Fund
Edelweiss Large Cap Fundએ એક વર્ષમાં 18.35 ટકા રિટર્ન આપ્યુ છે. તેમાં ઓછામાં ઓછા 5 હજાર રુપિયાથી રોકાણ કરી શકાય છે. તો તેનો એક્સપેન્સ રેસિયો 0.91 ટકા છે. આ આંકડા 30 જૂન 2023 સુધીના છે.
ICICI Prudential Bluechip Fund
ICICI Prudential Bluechip Fund એ એક વર્ષમાં 18.22 ટકા રિટર્ન આપ્યુ છે. તેમાં ઓછામાં ઓછા 100 રુપિયાથી રોકાણ કરી શકાય છે. તો તેનો એક્સપેન્સ રેસિયો 1.03 ટકા છે. આ આંકડા 30 જૂન 2023 સુધીના છે.