News Updates
EXCLUSIVEGUJARAT

RAJKOT: ખોડલધામનાં ચારેય ઝોનમાં ગરબાનો રંગ જામ્યો, હજારો ખેલૈયાઓ મન મુકીને ઝૂમ્યા

Spread the love

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં 33થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવના ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયા છે અને હજારો ખેલૈયાઓ રાસ-ગરબા રમીને મા ખોડલની આરાધના કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના ચારેય ઝોનમાં યોજાયેલા શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં છ દિવસથી ખેલૈયાઓ ગ્રાઉન્ડ છલકાવી રહ્યા છે અને સંગીતના તાલે રાસ-ગરબા રમી રહ્યા છે.

છઠ્ઠા નોરતે 20 ઓક્ટોબરના રોજ શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોનમાં જયશ્રી રામના નારા સાથે હાથમાં કેસરીયા ધ્વજ લઈને ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. તો આ તરફ શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોનમાં ટીટોડા રાસમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. જ્યારે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોનમાં સર્વ સમાજની બહેનોએ રાસ-ગરબા રમ્યા હતા. તો આ તરફ રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં એટલે કે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોનમાં હજારો ખેલૈયાઓથી ગ્રાઉન્ડ ખીચોખીચ થઈ ગયું હતું.

મહત્વનું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેરના ચારેય ઝોનમાં યોજાયેલા શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, પ્રખ્યાત સિંગર, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે મેડિકલને લઈને પણ તકેદારી રાખવામાં આવી છે. ચારેય નવરાત્રિ મહોત્સવ સ્થળે એમ્બ્યુલન્સની સાથે ડોક્ટરોની ટીમ પણ હાજર રહે છે. આમ ખેલૈયાઓની સુરક્ષા અને સ્વાસ્થ્યની સંભાળ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાખવામાં આવી રહી છે.

જયશ્રી રામઃ કેસરીયા ધ્વજથી રંગાયું શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોનનું ગ્રાઉન્ડ

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોનમાં ટીટોડા રાસમાં રમઝટ બોલાવતા હજારો ખેલૈયાઓ

સર્વ સમાજની બહેનો શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોનમાં ઝુમી ઉઠી

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્વસ ઈસ્ટ ઝોનના ખેલૈયાઓએ ગ્રાઉન્ડ છલકાવ્યું


Spread the love

Related posts

ભોળાનાથ કેમ કહેવાયા અઘોરી?જાણો શિવનાં અનેક સ્વરૂપો પાછળનું રહસ્ય,સુખના દાતા ‘શંકર’, અકાળ મૃત્યુથી બચાવે છે 

Team News Updates

16 મેથી શૈક્ષણીક પ્રવેશ પ્રક્રિયા શરુ થશે,પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે

Team News Updates

તુલસી વિવાહ 12મી નવેમ્બરે :ભગવાન વિષ્ણુ 4 મહિના બાદ ઊંઘમાંથી જાગશે,સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો

Team News Updates