News Updates
GUJARAT

ડિવાઇડરનું એંગલ કારમાં ઘૂસી જતાં ડ્રાઇવરનું માથું ધડથી અલગ

Spread the love

  • મૃતક કાર ચાલક વેલસ્પન કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર
  • ગંભીર અકસ્માત કઈ રીતે સર્જાયો તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો‎

પારડી બગવાડા ટોલબુથ પહેલા ‎‎નવ નિર્માણ પામેલા દમણ તરફ ‎‎જવાના બ્રિજના ત્રણ રસ્તા પાસે ‎‎વાપી તરફથી આવતી ટીયાગો‎કારનં RJ-49- CA-6824 કોઈ ‎‎કારણસર નેશનલ હાઇવે અને‎દમણ તરફ જતાં બ્રિજ વચ્ચે‎બનેલા હાઇવે ડીવાઇડર સાથે કાર ‎‎અથડાઈ હતી જે બાદ કારની વધુ ‎‎ગતિના કારણે ડીવાઈડરની ‎‎લોખંડની એંગલ કારના એંજિન ‎‎ભાગથી ઘૂસી ડ્રાઈવર સીટ થઈ ‎‎કારના આરપાર એંગલ સાતથી‎આઠ ફૂટ બહાર નીકળી ગઈ હતી. ‎‎આ એંગલ કારમાં ઘૂસી જતાં કાર‎ચાલકનું માથું ધડથી અલગ થઈ‎ગયું હતું.

પરંતુ અકસ્માતના દ્રશ્યો‎નજીકથી જોઈ સૌને કંપારી છૂટી‎ઉઠી હતી. અકસ્માતની જાણ થતાં‎પારડી પીએસઆઇ એ.ડી. ડોડીયા‎દોડી આવ્યા હતા અને મૃતદેહ‎કબ્જો લઈ પીએમ માટે ખસેડયો‎હતો. ઘટના સ્થળે ક્રેન મંગાવી‎કારમાં આરપાર થયેલી 10થી 12‎ફૂટની એંગલ કાઢી કારને સાઇડે‎કરાવી ટ્રાફિક જામ હળવો કર્યો‎હતો. જોકે, આ અકસ્માતમાં કઈ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎રીતે સર્જાયો તે જાણી શકાયું ન‎હતું. જેથી પોલીસે કારનું‎નિરીક્ષણ કરી અકસ્માત કેવી‎રીતે બન્યો તે જાણવાનો પ્રયાસ‎હાથ ધર્યો હતો.

મૃતક કાર ચાલક‎યુવક 33 વર્ષીય કેશવ‎નિર્મલકુમાર વર્મા વાપી‎મોરાઈની વેલસ્પન કંપનીમાં‎કોર્ટન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ‎મેનેજર તરીકે ફરજ બજાવતો‎હતો અને હાલ બગવાડા શુભમ‎ગ્રીન સિટી B- 03 ફ્લેટ નં‎103માં રહેતો હતો. મૂળ રહે.‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎રાજસ્થાનનો કેશવ નિર્મલકુમાર‎વર્મા હોવાની ઓળખ થઈ હતી.‎રાત્રિએ નોકરી પરથી છૂટી પરત‎ઘરે આવતા અકસ્માત નડ્યો‎હોવાનું જાણવા મળ્યું છે.‎‎અકસ્માતના દ્રશ્યો જોઈ સૌ કોઈ‎ડરી દૂર રહેતા હતા ત્યારે માત્ર‎19 વર્ષના યુવક સમર્થ પટેલ અને‎તેમનો મિત્ર વિરલ પટેલ‎એમ્બુલન્સ કર્મીઓ સાથે માથા‎વિનાના મૃતદેહને એમ્બુલન્સના‎સ્ટાફ સાથે બહાર કાઢી હાઇવેની‎એમ્બુલન્સ મૂકી હતી.‎

રિફલેક્ટર અને લાઇટના અભાવે અકસ્માત‎
વાપી તરફથી આવતા હાઇવે પર બગવાડા ટોલ પહેલા દમણ તરફ‎જવાનો બ્રિજ બન્યો છે. અને ત્યાં વળાંકવાળો માર્ગ છે. જેના કારણે‎રાત્રીના કાર ચાલક બ્રિજ અને હાઇવેની વચ્ચે બનાવેલા લોખંડ ડીવાઈડર‎જોઈ ન શકયો હોય અને ધડાકાભેર ડીવાઇડરમાં અથડાતા અકસ્માત‎સર્જાયો હોવાની શક્યતા દેખાઈ છે. જેથી ત્યાં માર્ગ દેખાય આવે તે રીતે‎લાઈટ કે રિફલેક્ટર મૂકવામાં આવે તે ખૂબ જરૂરી છે.‎

ઘરથી માત્ર 100 મીટર દૂર મોત મળ્યું‎
વેલસ્પન કંપનીમાંથી નોકરીથી છૂટી ઘરે જઈ પરિવાર સાથે જમવાની સાથે‎સમય વિતાવવાની કદાચ રાહ હોય ક્યાં તો ઘરે હાજર પરિવારને પણ‎એવું હશે કે મારો દીકરો કે પતિ કે ડેડી હવે ઘરે આવશે ત્યારે આ કાર‎ચાલક નોકરી ઉપરથી છૂટી રાબેતા મુજબ પોતાની કારમાં ઘરે જઇ રહ્યા‎હતા. જોકે, મૃતક યુવક તેમના ઘરે પહોંચવાનું માત્ર 100 મીટર જેટલું‎અંતર બાકી હતું અને અકસ્માત નડ્યો અને મોત નીપજ્યું હતું.‎


Spread the love

Related posts

ભાવનગરમાં હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત “શિલ્પ કલાના ક્ષેત્રમાં કારકિર્દી” વિષય પર વર્કશોપ યોજાયો હતો

Team News Updates

છતી વીજળીએ અંધારપટ!:ભરૂચ પાલિકાએ રૂ. 7.50 કરોડનું બાકી વિજબીલ ન ભર્યું તો DGVCLએ 2000 સ્ટ્રીટ લાઈટ્સ બંધ કરી દીધી, ચાર દિવસથી છવાયા છે અંધારા

Team News Updates

મહેસાણા જીલ્લાના ઊંઝામાં આવેલું છે ગણપતિનું અનોખું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે કથા

Team News Updates