દિવાળીને રોશનીનો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે લોકો દીવાઓથી તેમના ઘરને શણગારે છે. દીવા વગર દિવાળી જાણે અધુરી લાગે છે. બજારોમાં ઘણા પ્રકારના દીવા ઉપલબ્ધ હોય છે, પરંતુ જો તમે આ દિવાળીમાં તમારા ઘરને અલગ રીતે સજાવવા માંગતા હોવ તો આ વર્ષે બજારમાંથી દીવા ખરીદવાને બદલે જાતે જ ઘરે દીવા બનાવો.
દિવાળી પર નવીન રીતે ઘરને સજાવવા DIY દીવા બનાવવાની પદ્ધતિ જાણો.દિવાળી પર માટીના દીવા ઘરે જ બનાવો.
માટીમાંથી દીવો બનાવવા માટીને ઘરે સારી રીતે મીક્સ કરો.માટીના નાના નાના બોલ બનાવી તેને પોતાની મરજી મુજબનો નવો આકાર આપો. તેના પર ડિઝાઇન કરી તેમજ કલર કરી સુકાવા દો. બાદમાં માઇક્રોવેવમાં થોડી વાર ગરમ કરી તેને સખત થવા દો. બાદમાં તડકામાં સુકવી દો. હવે તેને દીવા તરીકે વાપરો.
તમે માટીથી દીવા તો બનાવી જ શકો છો. સાથે ફાનસ પણ બનાવી શકો છો. તેને પણ માટીના દીવાની જેમ જ યોગ્ય આકાર, ડીઝાઇન અને રંગ કરીને માઇક્રોવેવમાં ગરમ કરવા જોઇએ. બાદમાં તેમાં દીવો કરીને ઉપયોગમાં લઇ શકાય.
બાળકોને રમવા માટેના ક્લેમાંથી પણ તમે ઘરે દીવા બનાવી શકો છો.તેને પણ નાના નાના બોલનો શેઇપ આપવો. તેને પણ ડિઝાઇન આપ્યા પછી માઇક્રોવેવમાં ગરમ કરી ઉપયોગ કરવા યોગ્ય બનાવી શકાય છે.
લોટમાંથી પણ દીવો બનાવી શકાય છે. લોટમાંથી દીવો બનાવવા માટે પહેલા લોટમાં થોડું મીઠું નાખો. આ પછી પાણીની મદદથી લોટને સારી રીતે મસળી લો. હવે લોટના નાના-નાના બોલ બનાવો. હવે લોટ લો અને તેને મનપસંદ આકાર આપો. આકાર આપ્યા પછી, તેમને માઇક્રોવેવમાં 1 મિનિટ માટે ગરમ કરો. 1 મિનિટ પછી તેને બહાર કાઢો, પછી પ્રાઈમર લગાવો અને તેને રંગોથી સજાવો.