News Updates
INTERNATIONAL

ઈસરોની સફળતામાં હવે સહભાગી થવા ઈચ્છે છે નાસા, ભારતને કરી મોટી ઓફર

Spread the love

આગામી 2024નું વર્ષ ભારત માટે અવકાશ ક્ષેત્રે ખૂબ જ શુભ રહેવાનું છે. અંતરિક્ષ ક્ષેત્રે ભારત ફરી એકવાર ઈતિહાસ રચી શકે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ઈસરોને મોટી ઓફર આપી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહ

અમેરિકાએ કહ્યું છે કે તે અંતરિક્ષ ક્ષેત્રે ભારતને સંપૂર્ણ સહયોગ કરશે. નાસાના વહિવટી વડા બિલ નેલ્સન મંગળવારે, ભારતના સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહને મળ્યા હતા. આ દરમિયાન બિલ નેલ્સને કહ્યું કે, અમેરિકા અને ભારત આવતા વર્ષના અંત સુધીમાં ભારતીય અવકાશયાત્રીને આઈએસએસના ટુંકા નામે ઓળખાતા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવાની યોજના પર કામ કરી રહ્યા છે.

આગામી 2024નું વર્ષ ભારત માટે અવકાશ ક્ષેત્રે ખૂબ જ શુભ રહેવાનું છે. અંતરિક્ષ ક્ષેત્રે ભારત ફરી એકવાર ઈતિહાસ રચી શકે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ઈસરોને મોટી ઓફર આપી છે. નાસાએ કહ્યું છે કે તેઓ ભારતના સ્પેસ સ્ટેશનના નિર્માણમાં સહયોગ આપવા તૈયાર છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને મંગળવારે આ વાત કહી.

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે, અમેરિકા અને ભારત આવતા વર્ષના અંત સુધીમાં ભારતીય અવકાશયાત્રીને, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવાની યોજના પર કામ કરી રહ્યા છે. નેલ્સને કહ્યું કે નાસા દ્વારા અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં નહી આવે. અવકાશયાત્રીની પસંદગી ઈસરો દ્વારા જ કરવામાં આવશે. ભારતની મુલાકાતે આવેલા નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન ગઈકાલ મંગળવારે સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહને મળ્યા હતા.

સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહ અને નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સનની મુલાકાત દરમિયાન બંનેએ અવકાશને લગતા વિવિધ મુદ્દાઓ પર વિશદ ચર્ચા કરી હતી. વાતચીત દરમિયાન નાસા એડમિનિસ્ટ્રેટર નેલ્સને જિતેન્દ્ર સિંહને ઈસરોના અવકાશયાત્રી કાર્યક્રમને વેગ આપવા વિનંતી કરી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, અમેરિકા ભારતના સ્પેસ સ્ટેશનના નિર્માણમાં સહયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નેલ્સને તેમના સમગ્ર પ્રતિનિધિમંડળ સાથે જીતેન્દ્ર સિંહ સાથે વાત કરી.

નાસા એડમિનિસ્ટ્રેટર નેલ્સને કહ્યું કે અમને આશા છે કે ભારતમાં પણ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન હશે. મને લાગે છે કે ભારત 2040 સુધીમાં કોમર્શિયલ સ્પેસ સ્ટેશન ઈચ્છે છે. જો ભારત ઈચ્છે છે કે અમે તેની સાથે સહયોગ કરીએ તો અમે ચોક્કસપણે તેને સહકાર આપીશું. પરંતુ તે ભારત પર નિર્ભર છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ઈસરોને 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા અને 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓને ઉતારવાનું લક્ષ્‍ય રાખવા કહ્યું છે.


Spread the love

Related posts

276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર સવાર હતા, પાકિસ્તાનમાં સાઉદી એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી,  પેશાવરમાં લોકોને ઈમર્જન્સી દરવાજાથી બહાર કાઢ્યા

Team News Updates

ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલી ગુમ સબમરીન મળી આવી! પાણીની અંદરથી આવ્યો અવાજ

Team News Updates

G-20 બેઠક પહેલા કાશ્મીરમાં સેના એલર્ટ, અધિકારીઓ પહોંચ્યા LOC, NIAએ 15 સ્થળોએ પાડ્યા દરોડા

Team News Updates