કોલ્ડસ્ટોરેજ(COLD STORAGE) માંથી મામા સાથે છેતરપીંડી(CHEATING) કરીને ભાણેજે 8 કરોડના ચણા-ધાણાનો જથ્થો બારોબાર વેચી નાખ્યો; પોલીસે(GONDAL POLICE) આરોપીને સકંજામાં લીધો
તા.૧,ગોંડલ: ગોંડલ તાલુકામાં એગ્રી ફૂડ્સ કોલ્ડસ્ટોરેજમાં વેપારીઓએ રાખેલા રૂ. 8,16,72500/- ના ચણા અને ધાણાનો જથ્થો રાજકોટના શખસે બારોબાર વેચી નાંખતા ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મામાના કોલ્ડ સ્ટોરેજમાં વેપારીઓએ રાખેલો જથ્થો બારોબાર વેચી નાખનાર ભાણેજ ઉતમ ત્રાંબડિયા(UTTAM TRAMBADIYA) પોલીસના સકંજામાં આવી ગયો છે. જાણો કેવી રીતે ભાણેજે મામનું 8 કરોડ (8 CRORE CHEATING)નું ચણા-ધાણા ફુલેકુ ફેરવી નાખ્યું.
રાજકોટના નાનામવા મેઇન રોડ સૂર્યમુખી હનુમાનની બાજુમાં શ્રી કોલોની બ્લોક નં. 1 માં રહેતા વેપારી કિશોરભાઇ અમૃતભાઇ ડેડાણીનું ગોંડલના ભુણાવા ગામની સીમમાં મારૂતિ એગ્રી ફુડસ નામનું કોલ્ડ સ્ટોરેજ આવેલુ છે. મામા કિશોરભાઇએ પોતાના ભાણાને રૂ.15000/- ના માસિક પગારે સમગ્ર કોલ્ડ સ્ટોરેજની જવાબદારી માટે કામે રાખ્યો હતો. કિશોરભાઇ મહિને એકાદવાર તપાસ માટે આવતા હતા. બાકી ભાણેજ પર વિશ્વાસ રાખી બધી જવાબદારી તેને સોંપી હતી.
મામા કિશોરભાઇએ જણાવ્યું હતુ કે, ગત 23 નવેમ્બરના રોજ મને એક વેપારીનો ફોન આવ્યો હતો. તેણે અમારા કોલ્ડ સ્ટોરેજમાં પોતાનો માલ રાખ્યો હતો. પરંતુ તે માલમાં ઘટ જોવા મળતા તેમણે મને ફોનમાં ફરિયાદ કરી હતી. મે તે અંગે મારા ભાણેજ ઉત્તમને પૂછતા તેણે ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. અમને શંકા જતા અને ચીવટપૂર્વક તપાસ કરતા ઘણો બધો માલ ગાયબ હોવાની જાણ થઈ હતી. મારા ભાણેજને કડકાઈથી પૂછતા તેણે 4-5 દિવસમાં હિસાબ કરીને બધી વિગત આપશે તેમ જણાવ્યું હતુ. પરંતુ આજ સુધી તેની પાસેથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો ન હતો.
ગત શનિવાર 25 નવેમ્બરના મોડી રાત્રિના ગોંડલ, કેશોદ, ગીર સોમનાથ, ઉના, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ઊંઝા સહિતના જિલ્લામાંથી વેપારીઓ કોલ્ડ સ્ટોરેજ ખાતે આવી પહોંચ્યા હતા અને વેપારીઓએ ઉત્તમની પૂછપરછ ચાલુ કરી હતી. જેમાં મોટા પ્રમાણનો ચણા અને ધાણાનો જથ્થો બારોબાર વેચી નાખવાનું જાણવા મળ્યું હતું.
કોલ્ડ સ્ટોરેજમાં આશરે 35 જેટલા વેપારીઓ, ખેડૂતો, પેઢીઓ દ્વારા રાખવામાં આવેલા ચણાની બોરીઓ નંગ 30,797ની કિં. રૂ.7,69,92500/- તથા ધાણાની 1800 નંગ બોરી કિં. 46,80000/- મળી કુલ રૂ.8,16,72500/- રૂપિયાનો જથ્થો ત્યાં જ નોકરી કરતો કિશોરભાઇનો ભાણો ઉતમ પ્રવિણભાઇ ત્રાંબડિયાએ બારોબાર વેચાણ કરી નાંખ્યો હતો. કિશોરભાઇ સાથે વિશ્વાસઘાત થતા તેમણે ભાણેજ ઉતમ પ્રવિણભાઇ ત્રાંબડિયા (રહે. રાજકોટ) સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકાના પી.એસ.આઇ. જે.એમ.ઝાલા તથા સ્ટાફે ગુન્હો દાખલ કરી આરોપી ઉતમ ત્રાંબડિયાને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી ઉતમ ત્રાંબડિયા ફરીયાદીનો ભાણેજ થાય છે. તે કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતો હતો. કોલ્ડ સ્ટોરેજની વર્ષ 2017-18 માં શરૂઆત કરવામાં આવી હતી. ઉત્તમ આશરે એક વર્ષથી ધાણા અને ચણાને બારોબાર વેચતો હતો. કોઈ વેપારીએ કોલ્ડ સ્ટોરેજમાં ચણાનો સ્ટોર રાખ્યો હતો. તે વેપારી કોલ્ડ સ્ટોરેજે ચણા લેવા માટે પહોંચ્યા હતા. ત્યાં ચણા ન દેખાતા વેપારીએ કોલ્ડ સ્ટોરેજના માલિકને ટેલિફોનિક જાણ કરતા કોલ્ડ સ્ટોરેજના માલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે આરોપી ઉતમ ત્રાંબડીયાની વિશેષ પૂછતાછ હાથ ધરી છે.
ક્યા વેપારીને કેટલું નુકશાન
ક્રમ | પેઢીનું નામ | માલિકનું નામ | જણસ-બોરીઓ | કુલ કિંમત |
1 | મારૂતિ પ્રોટીન રાજકોટ | જેન્તીભાઈ ડેડાણીયા | 2933 ચણા બોરીઓ | 73,32,500/- |
2 | ક્રિષ્ના કોર્પોરેશન ઉના | અશ્વિનભાઈ | 3949 ચણા ની બોરીઓ | 98,72,500/- |
3 | વ્રજલાલ કાંતિભાઈ વિસાવદર | અતુલભાઈ | 276 ચણા ની બોરીઓ | 6,90,000/- |
4 | ચામુંડા કૃપા ટ્રેડર્સ – વિસાવદર | અતુલભાઇ | 481 બોરી ચણા | 12,02,500/- |
5 | વિષ્ણુ એન્ટરપ્રાઇઝ ઉના | સુરેશભાઈ ઉનાવાળા | 802 બોરી ચણા | 20,05,000/ |
6 | સંભવ ઇન્ડસ્ટ્રીઝ ઉના | શૈલેષભાઈ ઉનાવાળા | 344 બોરી ચણા | 8,60,000/- |
7 | યમુના એન્ટરપ્રાઇઝ ઉના | દિલીપભાઈ | 258 બોરી ચણા | 6.45,000/- |
8 | સોમનાથ એન્ટરપ્રાઇઝ ઉના | નીતિનભાઈ | 967 બોરી ચણા | 24,17,500/- |
9 | પુનિત પ્રોટીન વડોદરા | કરણભાઈ | 969 બોરી ચણા | 24,22,500/ |
10 | કે.જી. એન્ટરપ્રાઇઝ – ગોંડલ | કરણભાઈ | 305 બોરી ચણા | 7,62,500/- |
11 | રવિ એન્ટરપ્રાઇઝ – જુનાગઢ | પરાગભાઈ | 500 બોરી ચણા | 12,50,000/- |
12 | દિનેશભાઈ | દિનેશભાઈ વેરાવળવાળા | 1330 બોરી ચણા | 33,25,000/- |
13 | ભરતભાઈ | ભરતભાઈ ગોંડલ | 1000 બોરી ચણા | 25,00,000/- |
14 | મેહુલભાઈ પલાણ | દિનેશભાઈ | 1400 બોરી ચણા | 35,00,000/- |
15 | જે. એમ. એન્ટરપ્રાઇઝ – ગોંડલ | દિનેશભાઈ | 591 બોરી ચણા | 14,77,500/- |
16 | મોહનલાલ એન્ડ સન્સ – રાજકોટ | કિશોરભાઈ | 2756 બોરી ચણા | 68,90,000/- |
17 | શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ – ઉના | દ્વારકાદાસ | 900 બોરી ચણા | 22,50,000/- |
18 | અમૃત તલાવીયા | અમૃતભાઈ | 497 બોરી ચણા | 12,42,500/- |
19 | આર. કે. એન્ટરપ્રાઇઝ – અમરેલી | દિવ્યેશભાઈ | 500 બોરી ચણા | 12,50,000/- |
20 | વિશ્વાસ ઇન્ડસ્ટ્રીઝ – ઉના | વિજયભાઈ | 500 બોરી | 12,50,000/- |
21 | ચિરાજભાઈ શાહ | ચિરાજભાઈ શાહ – ભાવનગર વાળા | 314 બોરી ચણા | 7,85,000/- |
22 | મેહુલભાઈ શાહ – જેસર | મેહુલભાઈ | 694 બોરી ચણા | 17,35,000/- |
23 | ભારત ટ્રેડર્સ – મહુવા | અબાસભાઈ | 1298 બોરી ચણા | 32,45,000/- |
24 | અશોકભાઈ વડાલીયા – ઉપલેટા | અશોકભાઈ | 287 બોરી ચણા | 7,17,500/- |
25 | જગદીશ ટ્રેડિંક કંપની – જુનાગઢ | હિતેશભાઈ | 1567 બોરી ચણા | 39,17,500/- |
26 | પલક ટ્રેડિંગ કું. – રાજકોટ | પરેશભાઈ | 264 બોરી ચણા | 6,60,000/- |
27 | જયેશ ટ્રેડર્સ કું. | જયેશભાઈ | 421 બોરી ચણા | 10,52,500/- |
28 | આદિત્ય એન્ટરપ્રાઇઝ – ગોંડલ | શૈલેષભાઈ | 694 બોરી ચણા | 17,35,000/- |
29 | કમલેશ પટેલ ગીર | કમલેશભાઈ | 500 બોરી ચણા | 12,50,000/- |
30 | શ્રી વલ્લભ એન્ટરપ્રાઇઝ – ગોંડલ | જીણેશભાઈ ત્રિવેદી | 828 બોરી ચણા | 20,70,000/- |
31 | ભવનાથ એન્ટરપ્રાઇઝ – પોરબંદર | મહેશભાઈ | 433 બોરી ચણા | 10,82,500/- |
32 | રાજેશ નિર્મળ – ઉના | રાજેશભાઇ | 401 બોરી ચણા | 10,02,500/- |
33 | રિદ્ધિ સિદ્ધિ ટ્રેડિંગ – ગોંડલ | હિતેશભાઈ | 500 બોરી ચણા | 12,50,000/- |
34 | વી. એમ. એન્ટરપ્રાઇઝ – ગોંડલ | રમેશભાઈ | 403 બોરી ચણા | 10,07,500/- |
35 | સુપર કિંગ ટ્રેડર્સ – ગોંડલ | અમિતભાઈ | 407 બોરી ચણા | 10,17,500/- |
36 | યમુના ટ્રેડર્સ – ગોંડલ | ચિરાગભાઈ | 528 બોરી ચણા | 13,20,000/- |
37 | કનૈયા એન્ટરપ્રાઇઝ – બાટવા | વિજયભાઈ | 1500 બોરી ધાણા | 39,00,000/- |
38 | તિરૂપતિ કોર્પોરેશન – જુનાગઢ | કરણભાઈ | 300 બોરી ધાણા | 7,80,000/- |